-
નહેમ્યા ૨:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ પછી મેં રાજાને કહ્યું: “જો રાજાને યોગ્ય લાગે, તો નદી પારના વિસ્તારના*+ રાજ્યપાલો માટે મને પત્રો આપવામાં આવે, જેથી તેઓ મને તેઓના વિસ્તારમાંથી પસાર થવા દે અને હું સહીસલામત યહૂદા પહોંચી શકું. ૮ શાહી બાગના* રખેવાળ આસાફ માટે પણ પત્ર આપવામાં આવે, જેથી તે મને મંદિર નજીક આવેલા કિલ્લાના*+ દરવાજાના મોભ, શહેરના કોટ+ અને જે ઘરમાં હું રહીશ એ માટે લાકડાં આપે.” તેથી રાજાએ મને પત્રો આપ્યા,+ કેમ કે મારા ઈશ્વરનો હાથ* મારા પર હતો.+
-