-
રોમનો ૯:૩૧-૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ ઇઝરાયેલીઓએ નિયમ પ્રમાણે ખરા માર્ગે ચાલવાનો પ્રયત્ન તો કર્યો, પણ નિયમનું પૂરેપૂરું પાલન ન કરી શક્યા. ૩૨ કેમ ન કરી શક્યા? કેમ કે તેઓ શ્રદ્ધાથી નહિ, પણ કાર્યોથી નેક ગણાવવા માંગતા હતા. તેઓએ “ઠોકર ખવડાવનાર પથ્થર” પર ઠોકર ખાધી.+ ૩૩ જેમ શાસ્ત્ર કહે છે: “જુઓ! હું સિયોનમાં ઠોકર ખવડાવનાર પથ્થર+ અને ઠેસ પહોંચાડનાર ખડક મૂકું છું, પણ જે કોઈ એના પર શ્રદ્ધા મૂકે છે તે નિરાશ નહિ થાય.”+
-
-
૧ પિતર ૨:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+ ૮ તેમ જ, એ “ઠોકર ખવડાવનાર પથ્થર અને ઠેસ પહોંચાડનાર ખડક બન્યો છે.”+ તેઓ ઠોકર ખાય છે, કેમ કે તેઓ ઈશ્વરનો સંદેશો માનતા નથી. તેઓ માટે એવો જ અંત રાહ જોઈ રહ્યો છે.
-