-
પુનર્નિયમ ૨૮:૪૮-૫૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૮ યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે.
૪૯ “યહોવા દૂર દૂરથી, પૃથ્વીના છેડાથી તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરશે,+ જેની ભાષા તમે જાણતા નથી.+ ગરુડની જેમ એ તમારા પર ઓચિંતી તરાપ મારશે.+ ૫૦ એ પ્રજા દેખાવમાં ભયંકર હશે. એ વૃદ્ધોનો આદર નહિ કરે અને બાળકો પર દયા નહિ બતાવે.+ ૫૧ તમારો નાશ નહિ થાય ત્યાં સુધી એ પ્રજા તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારી જમીનની ઊપજ ખાઈ જશે. એ તમારા માટે અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ, ઢોરઢાંક કે ઘેટું-બકરું, કશું જ રહેવા નહિ દે અને તમારો સંહાર કરી દેશે.+
-
-
હઝકિયેલ ૨૧:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારા ગુસ્સાની આગ તમારા પર વરસાવીશ. હું તમને ઘાતકી માણસોના હાથમાં સોંપી દઈશ, જેઓ સંહાર કરવામાં કુશળ છે.+
-
-
હબાક્કૂક ૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
પારકાઓનાં ઘર પચાવી પાડવા,+
તેઓ પૃથ્વીના છેડા સુધી ફરી વળે છે.
-