-
નિર્ગમન ૩૨:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ પછી મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને+ કહ્યું: “હે યહોવા, તમે જ મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તો હવે શા માટે તમે તેઓ પર આટલા બધા ગુસ્સે ભરાયા છો?+ ૧૨ ઇજિપ્તવાસીઓ કહેશે કે, ‘તેઓનો ઈશ્વર ખરાબ ઇરાદાથી તેઓને બહાર કાઢી લાવ્યો હતો. તે તેઓને પર્વતોમાં મારી નાખવા માંગતો હતો અને પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેવા ચાહતો હતો.’+ તો એવું કહેવાની તક તેઓને કેમ આપવી? કૃપા કરીને તમારો ગુસ્સો શાંત પાડો. તમારા લોકો પર જે આફત લાવવાનું તમે નક્કી કર્યું છે, એના પર ફરી વિચાર* કરો.
-
-
યહોશુઆ ૨:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેણે તેઓને કહ્યું: “મને ખબર છે કે યહોવા તમને આ દેશ જરૂર આપશે.+ અમારા પર તમારો ડર છવાઈ ગયો છે.+ દેશના બધા રહેવાસીઓ તમારે લીધે થરથર કાંપે છે.+ ૧૦ અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્ત* છોડ્યું ત્યારે, યહોવાએ લાલ સમુદ્રનું પાણી સૂકવી નાખ્યું હતું.+ અમે એ પણ સાંભળ્યું છે કે યર્દનની પેલી તરફ* અમોરીઓના બે રાજાઓ, સીહોન+ અને ઓગના+ તમે બૂરા હાલ કર્યા હતા અને તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો હતો.
-