૧૪ “‘જો હું દુષ્ટ માણસને કહું કે “તું ચોક્કસ મરશે,” પણ તે પોતાના પાપથી પાછો ફરે, જે ખરું છે એ કરે, સચ્ચાઈથી વર્તે,+ ૧૫ ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે,+ લૂંટી લીધેલું પાછું ચૂકતે કરે+ અને ખોટાં કામો ન કરે, પણ જીવનના નિયમો પ્રમાણે ચાલે, તો તે ચોક્કસ જીવશે.+ તે માર્યો નહિ જાય.