-
૨ રાજાઓ ૨૫:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના સાતમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ યરૂશાલેમ આવ્યો.+ ૯ તેણે યહોવાનું મંદિર,+ રાજાનો મહેલ+ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે દરેક જાણીતા માણસોનાં ઘરો પણ બાળી નાખ્યાં.+ ૧૦ રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+
-
-
યર્મિયા ૫૨:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના દસમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન યરૂશાલેમમાં આવ્યો.+ ૧૩ તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે મોટાં મોટાં ઘરો પણ બાળી નાખ્યાં. ૧૪ રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+
-