-
માર્ક ૧૫:૬-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો પિલાતને કોઈ પણ એક કેદીને છોડી મૂકવાની અરજ કરે અને પિલાત તેને છોડી મૂકે.+ ૭ એ સમયે બારાબાસ નામનો એક માણસ બીજા અમુક લોકો સાથે કેદમાં હતો. તેઓ બધાએ સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો અને ખૂન કર્યું હતું. ૮ હવે ટોળું પિલાત પાસે આવ્યું અને અરજ કરવા લાગ્યું કે તે પોતાના રિવાજ પ્રમાણે તેઓ માટે જે કરતો હતો એ કરે. ૯ તેણે કહ્યું: “શું તમે ચાહો છો કે હું યહૂદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?”+ ૧૦ પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે.+
-