૨૬ પછી તેઓ ગાલીલની સામે પાર આવેલા ગેરસાનીઓના પ્રદેશને+ કિનારે આવી પહોંચ્યા. ૨૭ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે, નજીકના શહેરમાંથી દુષ્ટ દૂતના વશમાં હોય એવો એક માણસ તેમની સામે આવ્યો. ઘણા વખતથી તે કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ, પણ કબ્રસ્તાનમાં રહેતો હતો.+