૧૦ આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી,+
તેમણે આપણી ભૂલો પ્રમાણે બદલો વાળ્યો નથી.+
૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,
તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+
૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,
તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+