૧૦ તમે અને ઇઝરાયેલના બધા લોકો જાણી લો કે નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામમાં+ આ માણસ સાજો થઈને તમારી આગળ ઊભો છે. એ જ ઈસુ ખ્રિસ્ત, જેમને તમે વધસ્તંભે જડીને મારી નાખ્યા,+ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.+ ૧૧ ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે.’+