૧૯ ઈશ્વરે કહ્યું: “તારી પત્ની સારાહથી તને ચોક્કસ એક દીકરો થશે. તું તેનું નામ ઇસહાક*+ પાડજે. હું તેની સાથે એક કરાર કરીશ. તેના માટે અને તેના વંશજ+ માટે એ કાયમનો કરાર થશે.
૧૬ હવે ઇબ્રાહિમ અને તેમના વંશજને વચનો આપવામાં આવ્યાં હતાં.+ શાસ્ત્ર એવું નથી કહેતું, “અને તારા વંશજોને,” જાણે ઘણા વંશજો હોય, પણ શાસ્ત્ર કહે છે: “અને તારા વંશજને,” એટલે કે એકને, જે ખ્રિસ્ત છે.+