૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘માલિક, માલિક,+ શું અમે તમારા નામે ભવિષ્યવાણી કરી ન હતી? તમારા નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા? તમારા નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’+ ૨૩ પણ હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’+