-
માર્ક ૧૧:૭-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેઓ ગધેડાનું બચ્ચું+ ઈસુ પાસે લાવ્યા. તેઓએ એના પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+ ૮ ઘણાએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં. બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી.+ ૯ ઈસુની આગળ-પાછળ ચાલનારા લોકો પોકારી રહ્યા હતા: “અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!+ યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!+ ૧૦ અમારા પિતા દાઉદના આવનાર રાજ્ય પર ઈશ્વરનો આશીર્વાદ છે!+ હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!”
-