૩૩ રાજાએ કહ્યું: “તમારી સાથે મારા સેવકોને લઈ જાઓ. મારા દીકરા સુલેમાનને મારા ખચ્ચર* પર બેસાડો+ અને તેને ગીહોન લઈ જાઓ.+૩૪ ત્યાં સાદોક યાજક અને નાથાન પ્રબોધક આખા ઇઝરાયેલ પર તેનો રાજા તરીકે અભિષેક* કરશે.+ પછી તમે રણશિંગડું વગાડજો અને કહેજો: ‘સુલેમાન રાજા જુગ જુગ જીવો!’+