૧૦ અમે ત્યાં ઘણા દિવસ રોકાયા. પછી યહૂદિયાથી આગાબાસ+ નામનો પ્રબોધક આવ્યો. ૧૧ તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરપટ્ટો લઈને તેણે પોતાના હાથ-પગ બાંધ્યા. તેણે કહ્યું: “પવિત્ર શક્તિ કહે છે, ‘આ પટ્ટો જે માણસનો છે, તેને યરૂશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધશે+ અને બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.’”+