૨૫ પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો,+ જેમ ખ્રિસ્તે પણ મંડળને પ્રેમ કર્યો અને એના માટે પોતાનો જીવ આપી દીધો.+૨૬ ખ્રિસ્તે એવું કર્યું, જેથી તે મંડળને ઈશ્વરના સંદેશાના પાણીથી ધોઈને એને શુદ્ધ અને પવિત્ર કરે.+
૨૩ મારી પ્રાર્થના છે કે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરી રીતે પવિત્ર કરે. તેમ જ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રહે.+
૧૩ યહોવાને* પ્રિય એવા ભાઈઓ, અમારી ફરજ છે કે અમે તમારા માટે ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ, કેમ કે શરૂઆતથી ઈશ્વરે તમને ઉદ્ધાર માટે પસંદ કર્યા છે.+ તમે સત્યમાં શ્રદ્ધા બતાવી છે, એટલે તેમણે પોતાની શક્તિથી તમને પવિત્ર કરીને+ પસંદ કર્યા છે.