૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાની સ્તુતિ થાઓ,+ જે દયાળુ પિતા+ અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.+ ૪ તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે,+ જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા+ દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ,+ પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીનો સામનો કરતા હોય.