૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને બાળકની મા મરિયમને કહ્યું: “આ બાળકને લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે+ અને બીજા ઊભા થશે.+ ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા લોકો તેની વિરુદ્ધ બોલશે.+
૧૯ જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. પણ તમે દુનિયાના નથી+ અને મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે. એટલે દુનિયા તમને ધિક્કારે છે.+
૧૪ પણ હું તમારી આગળ આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ પંથ કહે છે એ પ્રમાણે હું મારા બાપદાદાઓના ઈશ્વરની ભક્તિ કરું છું.+ આ બધી વાતો નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે, જે હું માનું છું.+