૧૭ શ્રદ્ધાને લીધે જ્યારે ઇબ્રાહિમની કસોટી કરવામાં આવી,+ ત્યારે તેમણે ઇસહાકનું અર્પણ જાણે ચઢાવી જ દીધું હતું. ઇબ્રાહિમ, જેમણે ખુશીથી વચનો સ્વીકાર્યાં હતાં, તેમણે પોતાના એકના એક દીકરાનું અર્પણ ચઢાવવાનો પ્રયત્ન કર્યો.+ ૧૮ ખરું કે તેમને કહેવામાં આવ્યું હતું: “વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.”+