૧૦ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે. બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે,+ જેથી તેઓ જુએ પણ જોઈ ન શકે, તેઓ સાંભળે પણ સમજી ન શકે.+
૭ આપણે તો ઈશ્વરની બુદ્ધિની વાત કરીએ છીએ, જે એક પવિત્ર રહસ્ય છે.+ આ દુનિયાની શરૂઆત થઈ એ પહેલાં, ઈશ્વરે એ બુદ્ધિ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું હતું, જેથી આપણને મહિમા મળે.