૬ પણ હવે, ઈસુને ઉત્તમ સેવા* મળી છે, કેમ કે તે પહેલાંના કરાર કરતાં વધારે સારા કરારના+ મધ્યસ્થ* પણ છે.+ એ કરાર પહેલાંનાં વચનો કરતાં વધારે સારાં વચનોને આધારે કાયદેસર રીતે સ્થપાયો છે.+
૧૫ એટલે તે નવા કરારના મધ્યસ્થ* બન્યા,+ જેથી બોલાવવામાં આવેલા લોકોને હંમેશ માટેના વારસાનું વચન મળે.+ તેમના મરણથી આ બધું શક્ય બન્યું. તેમનું મરણ છુટકારાની કિંમત* ચૂકવીને એ અપરાધોથી છોડાવે છે,+ જે તેઓએ અગાઉના કરારને આધીન હતા ત્યારે કર્યા હતા.