૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+
૪ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે.
૧૭ વહાલા ભાઈઓ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ* અગાઉ કહેલી* વાતો યાદ કરો. ૧૮ તેઓ તમને વારંવાર કહેતા: “છેલ્લા સમયમાં મશ્કરી કરનાર લોકો ઊભા થશે અને પોતાની દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરવામાં ડૂબેલા રહેશે.”+