૮ મારા માટે સત્યનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે.+ ન્યાયના દિવસે માલિક ઈસુ, જે સાચા ન્યાયાધીશ છે,+ તે મને ઇનામમાં એ મુગટ આપશે.+ એ ઇનામ તે ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે.
૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+