૩ મનુષ્યો કમજોર અને પાપી છે, એટલે નિયમશાસ્ત્ર તેઓને પૂરી રીતે આઝાદ કરી શકતું ન હતું.+ નિયમશાસ્ત્ર જે ન કરી શક્યું+ એ ઈશ્વરે કર્યું. તેમણે પાપ દૂર કરવા પોતાના દીકરાને મનુષ્ય તરીકે* મોકલ્યો.+ આમ, ઈશ્વરે શરીરમાં રહેલા પાપને દોષિત ઠરાવ્યું.
૯ એ મંડપ હાલના સમય માટે નમૂનારૂપ છે.+ એ ગોઠવણ પ્રમાણે ભેટ અને બલિદાનો ચઢાવવામાં આવે છે.+ જોકે, એ ભેટ અને બલિદાનો પવિત્ર સેવા કરનાર માણસના અંતઃકરણને* પૂરી રીતે શુદ્ધ કરી શકતાં નથી.+
૯ જાતજાતના અને અજાણ્યા શિક્ષણ દ્વારા ફંટાઈ જશો નહિ. તમારું હૃદય મજબૂત કરવા ઈશ્વરની અપાર કૃપા પર આધાર રાખો, ખોરાક* પર નહિ. જેઓ ખોરાકને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓને એનાથી ફાયદો થતો નથી.+