૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+
૧૧ જુઓ! સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી* કહીએ છીએ.+ અયૂબે જે સહન કર્યું+ એ તમે સાંભળ્યું છે અને યહોવાએ* તેમને જે બદલો આપ્યો+ એ પણ તમે જાણો છો. યહોવા* ખૂબ મમતા* બતાવે છે અને તે દયાળુ છે.+