૭ “જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે, એના કોઈ પણ શહેરમાં જો તમારો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય, તો તમે તમારાં હૃદયો કઠણ ન કરો અથવા તમારા ગરીબ ભાઈને મદદ કરવા પોતાની મુઠ્ઠી બંધ ન કરો.+૮ તમે ઉદાર હાથે તેને મદદ કરો.+ તેને જે જોઈએ અને જેટલું જોઈએ, એટલું ઉછીનું આપો.
૧૫ જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં ન હોય* અને દિવસ માટે પૂરતું ખાવાનું ન હોય, ૧૬ તોપણ તમારામાંથી કોઈક તેને કહે કે, “જા, ચિંતા ન કર, સારાં કપડાં પહેર અને પેટ ભરીને ખા,” પણ તેની જીવન જરૂરિયાત પૂરી ન પાડે તો એનો શો ફાયદો?+
૨૦ જો કોઈ કહે કે “હું ઈશ્વરને પ્રેમ કરું છું,” છતાં પોતાના ભાઈને ધિક્કારે છે, તો તે જૂઠો છે.+ કેમ કે જો તે પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય+ જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?+