૩૦ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “સેના,” કેમ કે તેનામાં ઘણા દુષ્ટ દૂતો હતા. ૩૧ તેઓ તેમને વારંવાર વિનંતી કરતા હતા કે તેઓને અનંત ઊંડાણમાં*+ જવાનો હુકમ ન કરે.
૪ જે દૂતોએ* પાપ કર્યું હતું, તેઓને ઈશ્વરે સજા કર્યા વગર છોડ્યા નહિ.+ પણ તેમણે તેઓને તાર્તરસ* નામની કેદમાં નાખી દીધા+ અને સાંકળોથી બાંધીને ઘોર અંધકારમાં* ફેંકી દીધા, જેથી ન્યાયના દિવસ સુધી તેઓ ત્યાં જ રહે.+
૨૦મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની*+ ચાવી હતી. તેના હાથમાં મોટી સાંકળ હતી. ૨ તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો.