૧૯ હવેથી દિવસે સૂરજ તને પ્રકાશ નહિ આપે,
અથવા રાતે ચંદ્ર તને રોશની નહિ આપે.
પણ યહોવા સદાને માટે તારો પ્રકાશ બનશે+
અને તારા ઈશ્વર તારી શોભા થશે.+
૨૦ હવેથી તારો સૂરજ આથમશે નહિ,
અથવા તારો ચંદ્ર ઝાંખો પડશે નહિ.
પણ યહોવા સદાને માટે તારો પ્રકાશ બનશે+
અને તારા શોકના દિવસો પૂરા થશે.+