નીતિવચનો
૨ સમજુ ચાકર માલિકના બેશરમ દીકરા પર રાજ કરશે,
તે તેના વારસામાંથી ભાઈની જેમ હિસ્સો મેળવશે.
૪ દુષ્ટ માણસ દુઃખ પહોંચાડતી વાતો પર ધ્યાન આપે છે
અને કપટી માણસને નિંદા સાંભળવી ગમે છે.+
૫ ગરીબની મજાક ઉડાવનાર તેના સર્જનહારનું અપમાન કરે છે+
અને બીજાની બરબાદી પર ખુશ થનારને સજા થયા વગર રહેશે નહિ.+
૯ જે અપરાધ માફ કરે છે,* તે પ્રેમ બતાવે છે,+
પણ જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.+
૧૧ ખરાબ માણસ વિરોધ કરવાનું બહાનું શોધે છે,
પણ ક્રૂર સંદેશવાહક આવશે અને તેને સજા કરશે.+
૧૨ મૂર્ખની મૂર્ખાઈનો સામનો કરવા કરતાં,+
બચ્ચાં છીનવાઈ ગયેલી રીંછડીનો સામનો કરવો વધારે સારું.
૧૩ જે ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે,
તેના ઘરમાંથી બૂરાઈ હટશે નહિ.+
૧૫ દુષ્ટને નિર્દોષ ઠરાવનાર અને નેકને દોષિત ઠરાવનાર,+
એ બંનેને યહોવા ધિક્કારે છે.
૧૭ સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+
અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+
૧૯ જેને ઝઘડા ગમે છે, તેને અપરાધ ગમે છે.+
જે પોતાનો દરવાજો મોટો બનાવે છે, તે વિનાશ નોતરે છે.+
૨૧ મૂર્ખ દીકરાને જન્મ આપનાર પિતા દુઃખી દુઃખી થઈ જશે
અને અણસમજુ બાળકના પિતાને ખુશી મળશે નહિ.+
૨૬ નેક માણસને સજા કરવી* યોગ્ય નથી
અને આગેવાનને કોરડા મારવા નિયમ વિરુદ્ધ છે.
૨૮ મૂર્ખ પણ ચૂપ રહે તો, તે બુદ્ધિમાન ગણાશે
અને જે પોતાનું મોં સીવી લે, તે સમજુ ગણાશે.