નહેમ્યા
૧૦ કરાર પર પોતાની મહોર મારીને જેઓએ ટેકો આપ્યો+ તેઓનાં નામ આ છે:
હખાલ્યાનો દીકરો* રાજ્યપાલ* નહેમ્યા;
તેમ જ સિદકિયા, ૨ સરાયા, અઝાર્યા, યર્મિયા, ૩ પાશહૂર, અમાર્યા, માલ્કિયા, ૪ હાટુશ, શબાન્યા, માલ્લૂખ, ૫ હારીમ,+ મરેમોથ, ઓબાદ્યા, ૬ દાનિયેલ,+ ગિન્નથોન, બારૂખ, ૭ મશુલ્લામ, અબિયા, મીયામીન, ૮ માઆઝ્યા, બિલ્ગાય અને શમાયા. એ બધા યાજકો હતા.
૯ લેવીઓ આ હતા: અઝાન્યાનો દીકરો યેશૂઆ, હેનાદાદના દીકરાઓમાંથી બિન્નૂઈ, કાદમીએલ,+ ૧૦ તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન, ૧૧ મીખા, રહોબ, હશાબ્યા, ૧૨ ઝાક્કૂર, શેરેબ્યા,+ શબાન્યા, ૧૩ હોદિયા, બાની અને બનીનુ.
૧૪ લોકોના મુખીઓ આ હતા: પારોશ, પાહાથ-મોઆબ,+ એલામ, ઝાત્તુ, બાની, ૧૫ બુન્ની, આઝ્ગાદ, બેબાય, ૧૬ અદોનિયા, બિગ્વાય, આદીન, ૧૭ આટેર, હિઝકિયા, આઝ્ઝુર, ૧૮ હોદિયા, હાશુમ, બેઝાય, ૧૯ હારીફ, અનાથોથ, નેબાય, ૨૦ માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, ૨૧ મશેઝાબએલ, સાદોક, યાદ્દૂઆ, ૨૨ પલાટયા, હાનાન, અનાયા, ૨૩ હોશીઆ, હનાન્યા, હાશ્શૂબ, ૨૪ હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, ૨૫ રહૂમ, હશાબ્નાહ, માઅસેયા, ૨૬ અહિયા, હાનાન, અનાન, ૨૭ માલ્લૂખ, હારીમ અને બાઅનાહ.
૨૮ બાકીના લોકોમાં યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો, મંદિરના સેવકો* અને સાચા ઈશ્વરનો નિયમ પાળવા જેઓએ પરદેશીઓથી પોતાને અલગ કર્યા તેઓ હતા.+ તેઓ સાથે તેઓની પત્નીઓ અને તેઓનાં દીકરા-દીકરીઓ પણ હતાં. એ સર્વ લોકો સાંભળીને સમજી શકે એવા હતા.* ૨૯ તેઓએ પોતાના ભાઈઓ, એટલે કે જાણીતા માણસો સાથે મળીને સમ ખાધા. તેઓએ સમ ખાઈને કહ્યું કે જો અમે આ સમ તોડીએ તો અમારા પર શ્રાપ આવે. તેઓએ એવા પણ સમ ખાધા કે અમે સાચા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીશું, જે સાચા ઈશ્વરના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યું હતું. અમે અમારા પ્રભુ યહોવાનાં બધાં નિયમો, કાયદા-કાનૂન અને આજ્ઞાઓ ધ્યાનથી પાળીશું. ૩૦ અમે બીજી પ્રજાઓમાં અમારી દીકરીઓને પરણાવીશું નહિ અને અમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવીશું નહિ.+
૩૧ જો બીજા દેશના લોકો સાબ્બાથના દિવસે કે કોઈ પવિત્ર દિવસે+ પોતાનો માલ-સામાન કે અનાજ વેચવા આવે, તો અમે તેઓ પાસેથી કંઈ ખરીદીશું નહિ.+ સાતમા વર્ષે અમે જમીન ખેડીશું નહિ,+ એને પડતર રાખીશું. એ વર્ષે અમે બધું દેવું માફ કરી દઈશું.+
૩૨ અમે વચન આપ્યું કે અમારામાંથી દરેક માણસ દર વર્ષે ચારેક ગ્રામ* ચાંદી આપશે.+ એ દાન આપણા ઈશ્વરના મંદિરમાં થતી સેવા માટે વાપરી શકાશે. ૩૩ એ દાન સાબ્બાથ+ અને ચાંદરાત*+ દરમિયાન અર્પણની રોટલી* માટે,+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણ* માટે+ અને અગ્નિ-અર્પણ* માટે વાપરી શકાશે. વધુમાં, ઠરાવેલા તહેવારો,+ પવિત્ર વસ્તુઓ, ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે કરવામાં આવતાં પાપ-અર્પણો*+ અને આપણા ઈશ્વરના મંદિરના બીજાં બધાં કામ માટે વાપરી શકાશે.
૩૪ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણા ઈશ્વર યહોવાની વેદી* પર આગ સળગતી રાખવા યાજકો, લેવીઓ અને લોકો પોતપોતાનાં પિતાના કુટુંબ પ્રમાણે લાકડાં લાવશે. અમે ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કરીશું કે ઈશ્વરના મંદિર માટે ઠરાવેલા સમયે કોણ લાકડાં લાવશે અને દર વર્ષે તેઓ એ પ્રમાણે કરશે.+ ૩૫ અમે દર વર્ષે યહોવાના મંદિરમાં* અમારી જમીનની પેદાશનું પ્રથમ ફળ* અને દરેક પ્રકારના ઝાડનું પ્રથમ ફળ લાવીશું.+ ૩૬ નિયમશાસ્ત્રમાં જણાવ્યું છે તેમ, અમે અમારા પ્રથમ જન્મેલા* દીકરાઓ લાવીશું. અમારા ઢોરઢાંકના અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા પણ લાવીશું.+ એ બધું અમે અમારા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા યાજકો પાસે લાવીશું.+ ૩૭ અમારા ઈશ્વરના મંદિરના કોઠારમાં*+ સેવા આપતા યાજકો પાસે અમે અમારી પ્રથમ ઊપજનો* કકરો દળેલો લોટ,+ અમારાં દાનો, દરેક પ્રકારનાં ઝાડનાં ફળો,+ નવો દ્રાક્ષદારૂ અને તેલ+ લાવીશું. અમે અમારી જમીનની ઊપજનો દસમો ભાગ* લેવીઓ પાસે લાવીશું,+ કેમ કે અમારાં સર્વ શહેરોમાં થતી ખેતીનો દસમો ભાગ તેઓ ભેગો કરે છે.
૩૮ લેવીઓ દસમો ભાગ ભેગો કરે ત્યારે, યાજક એટલે કે હારુનનો દીકરો તેઓ સાથે રહે. લેવીઓ પોતાને મળેલા દસમા ભાગમાંથી દસમો ભાગ આપણા ઈશ્વરના મંદિરમાં,+ કોઠારના ઓરડાઓમાં* લાવે. ૩૯ કેમ કે એ ઓરડાઓમાં* ઇઝરાયેલીઓ અને લેવીઓના દીકરાઓ અનાજ, નવા દ્રાક્ષદારૂ અને તેલનું+ દાન લાવશે.+ એ ઓરડાઓમાં પવિત્ર જગ્યાનાં* વાસણો રાખવામાં આવે છે. સેવા આપતા યાજકો, દરવાનો અને ગાયકો પણ ત્યાં રહે છે. અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ.+