હોશિયા
૪ હે ઇઝરાયેલના લોકો, યહોવાનો સંદેશો સાંભળો,
આ દેશના રહેવાસીઓ સામે યહોવાએ મુકદ્દમો કર્યો છે,+
કેમ કે દેશમાં ન તો સત્ય છે, ન અતૂટ પ્રેમ,* ન ઈશ્વરનું જ્ઞાન.+
૨ જ્યાં જુઓ ત્યાં લોકો જૂઠા સમ ખાય છે, જૂઠું બોલે છે,+ હત્યા કરે છે,+
ચોરી કરે છે અને વ્યભિચાર કરે છે.+
ઉપરા-ઉપરી ખૂન થતાં જ રહે છે.+
૩ એટલે આખો દેશ વિલાપ કરશે,+
એકેએક રહેવાસી ખતમ થઈ જશે.
જંગલી જાનવરો અને આકાશનાં પક્ષીઓ,
અરે, સમુદ્રની માછલીઓનો પણ નાશ થઈ જશે.
૪ “કોઈ માણસે વિરોધ કરવો નહિ, કે સલાહ આપવી નહિ,+
કેમ કે તમે તો યાજકનો* વિરોધ કરનાર માણસ જેવા છો.+
૫ જેમ કોઈ માણસ રાતના અંધારામાં ઠોકર ખાય છે,
તેમ તમે ધોળે દહાડે ઠોકર ખાશો,
તમારી સાથે પ્રબોધકો* પણ ઠોકર ખાશે.
હું તમારી માતાને ચૂપ* કરી દઈશ.
૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.*
તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+
હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ.
તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+
હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.
૭ યાજકોની સંખ્યા વધતી ગઈ તેમ, મારી વિરુદ્ધ તેઓનાં પાપ પણ વધતાં ગયાં.+
હું તેઓનો મહિમા અપમાનમાં ફેરવી દઈશ.*
૮ તેઓ મારા લોકોના પાપ પર નભે છે,
તેઓ ચાહે છે કે લોકો પાપ કરતા રહે.
૯ લોકોના અને યાજકના એકસરખા જ હાલ થશે.
હું તેઓના માર્ગોનો હિસાબ માંગીશ,
તેઓનાં કામો પ્રમાણે તેઓને સજા કરીશ.+
૧૦ તેઓ ખાશે, પણ ધરાશે નહિ.+
તેઓ વ્યભિચાર કરશે,* પણ તેઓની વસ્તી વધશે નહિ,+
કેમ કે તેઓએ યહોવાને જરાય માન આપ્યું નથી.
૧૧ વ્યભિચાર, જૂનો દ્રાક્ષદારૂ અને નવો દ્રાક્ષદારૂ
૧૨ મારા લોકો લાકડાની મૂર્તિની સલાહ લે છે,
તેઓની લાકડી* જે કરવાનું કહે એ જ તેઓ કરે છે,
કેમ કે વ્યભિચાર કરવાનું વલણ તેઓને ગેરમાર્ગે દોરે છે
અને વ્યભિચાર કરીને તેઓ પોતાના ઈશ્વરને આધીન થવાની ના પાડે છે.
૧૩ પહાડોની ટોચ પર તેઓ બલિદાનો ચઢાવે છે,+
ટેકરીઓ પર બલિદાનો ચઢાવે છે.*
તેઓ ઓક ઝાડ, ઘટાદાર ઝાડ* અને દરેક મોટા ઝાડ નીચે એમ કરે છે,+
કેમ કે એ બધાં ઝાડનો છાયો સારો છે.
પરિણામે, તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે
અને તમારી વહુઓ આડા સંબંધો રાખે છે.
૧૪ હું તમારી દીકરીઓ પાસેથી વ્યભિચારનો હિસાબ નહિ માંગું,
તમારી વહુઓ પાસેથી આડા સંબંધોનો હિસાબ નહિ માંગું,
કેમ કે પુરુષો જાતે વેશ્યાઓ પાસે જાય છે
અને મંદિરની વેશ્યાઓ* સાથે બલિદાનો ચઢાવે છે.
આવા અબુધ લોકોનો+ ચોક્કસ નાશ થશે.
૧૫ હે ઇઝરાયેલ, તું તો વ્યભિચાર કરે છે,+
પણ હે યહૂદા, તું એવો અપરાધ ન કરે તો સારું!+
તારે ગિલ્ગાલ જવું નહિ,+ બેથ-આવેન પણ જવું નહિ.+
‘યહોવાના સમ,’* એવું કહીને સોગન ખાવા નહિ.+
૧૬ અડિયલ ગાયની જેમ ઇઝરાયેલ જિદ્દી બની ગયું છે.+
શું યહોવા હવે તેને ઘેટાના બચ્ચાની જેમ ખુલ્લા મેદાનમાં ચરાવશે?
૧૭ એફ્રાઈમ મૂર્તિઓ સાથે જોડાઈ ગયો છે.+
તેને એકલો જ રહેવા દો!
૧૮ તેનો દારૂ* ખલાસ થઈ ગયો ત્યારે,
તે બેકાબૂ જાતીય કામોમાં* ડૂબી ગયો.
તેના અધિકારીઓને* અપમાન ખૂબ વહાલું છે.+
૧૯ પવન તેને પોતાની પાંખમાં લપેટીને ઉડાવી જશે,
તેનાં બલિદાનોને લીધે તે શરમમાં મુકાશે.”