ગીતશાસ્ત્ર પહેલું પુસ્તક (ગીતશાસ્ત્ર ૧-૪૧) ૧ ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,પાપીઓના માર્ગમાં પગ મૂકતો નથી+અને મશ્કરી કરનારાઓ સાથે બેસતો નથી.+ ૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+ ૩ એ માણસ ઝરણાં પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,જે ૠતુ પ્રમાણે ફળ આપે છે,જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તે દરેક કામમાં સફળ થશે.+ ૪ પણ દુષ્ટો એવા નથી,તેઓ તો પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. ૫ ન્યાયના સમયે દુષ્ટો સજાથી છટકી નહિ શકે,+નેક લોકોમાં પાપીઓ નહિ જડે.+ ૬ નેક લોકોનો માર્ગ યહોવા સ્વીકારે છે,+પણ દુષ્ટોના માર્ગનું નામનિશાન નહિ રહે.+