યશાયા
૬૬ યહોવા કહે છે:
“આકાશો મારી રાજગાદી છે, પૃથ્વી મારા પગનું આસન છે.+
તો પછી, તમે મારું મંદિર ક્યાં બાંધશો?+
મારી રહેવાની જગ્યા ક્યાં રાખશો?”+
૨ યહોવા કહે છે, “એ બધું તો મારા હાથની રચના છે,
બધાનું સર્જન એ રીતે થયું છે.+
૩ આખલો* કાપનાર તો માણસને મારનાર જેવો છે.+
ઘેટાનું બલિદાન ચઢાવનાર તો કૂતરાની ડોક મરડી નાખનાર જેવો છે.+
ભેટનું અર્પણ ચઢાવનાર તો ભૂંડનું લોહી ચઢાવનાર જેવો છે.+
લોબાનનું* અર્પણ ચઢાવનાર+ તો મંત્ર ફૂંકીને આશીર્વાદ આપનાર જેવો છે.*+
તેઓએ પોતાના માર્ગો પસંદ કર્યા છે.
સખત નફરત થાય એવાં કામોમાં તેઓ મજા માણે છે.
૪ એટલે હું તેઓને સજા કરવાની રીત પસંદ કરીશ.+
તેઓ થરથર કાંપે એવી આફતો તેઓ પર લાવીશ.
મેં તેઓને બોલાવ્યા ત્યારે, કોઈએ જવાબ આપ્યો નહિ,
હું બોલ્યો ત્યારે કોઈએ કાન ધર્યો નહિ.+
મારી નજરમાં જે ખરાબ છે, એ જ તેઓએ કર્યું,
મને જેનાથી નફરત છે, એ જ તેઓએ પસંદ કર્યું.”+
૫ હે યહોવાના શબ્દોને અનમોલ ગણનારા લોકો,* તમે તેમના શબ્દો સાંભળો:
“તમને નફરત કરનારા અને મારા નામને લીધે તમને કાઢી મૂકનારા તમારા ભાઈઓએ કહ્યું: ‘યહોવાનો મહિમા થાઓ!’+
પણ હું આવીશ ત્યારે તમે ખુશી મનાવશો
અને તેઓએ અપમાન સહેવું પડશે.”+
૬ શહેરમાંથી ઘોંઘાટ અને મંદિરમાંથી અવાજ સંભળાય છે!
યહોવા દુશ્મનો પર બદલો વાળે છે. તેઓ એ જ લાગના છે!
૭ પ્રસૂતિની પીડા થાય એ પહેલાં તેણે જન્મ આપ્યો.+
જન્મ આપવાની વેદના થાય એ પહેલાં તેણે છોકરાને જન્મ આપ્યો.
૮ શું કોઈએ કદી એવું સાંભળ્યું છે?
શું કોઈએ કદી એવું જોયું છે?
શું એક દિવસમાં કોઈ દેશનો જન્મ થાય?
અથવા શું અચાનક કોઈ પ્રજાનો જન્મ થાય?
પણ સિયોનને પ્રસૂતિની પીડા ઊપડી કે તરત તેણે દીકરાઓને જન્મ આપ્યો.
૯ યહોવા કહે છે કે “શું હું બાળકને જન્મના સમય સુધી લાવીને જન્મ ન લેવા દઉં?”
તમારા ઈશ્વર કહે છે, “બાળકનો જન્મ થવાની તૈયારી હોય અને શું હું ગર્ભ બંધ કરી દઉં?”
૧૦ યરૂશાલેમને ચાહનારાઓ,+ તમે બધા એની સાથે ખુશી મનાવો અને આનંદ કરો.+
એના પર શોક કરનારાઓ, એની સાથે ઘણો આનંદ કરો.
૧૧ જેમ બાળક ધરાય ત્યાં સુધી મા તેને ધવડાવે, તેમ યરૂશાલેમ તમારી સંભાળ રાખશે.
એને માન-મહિમા મળ્યા હોવાથી તમને સંતોષ થશે અને તમે ઘણી ખુશી મનાવશો.
૧૨ યહોવા કહે છે:
તમે ધાવશો અને કેડે ઊંચકી લેવાશો.
તમને ખોળામાં રમાડવામાં આવશે.
તમે યરૂશાલેમના લીધે દિલાસો મેળવશો.+
૧૪ તમે આ જોશો અને તમારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે.
નવા ઘાસની જેમ તમારાં હાડકાંને તાજગી મળશે.
યહોવાની શક્તિનો* પરચો તેમના ભક્તોમાં દેખાઈ આવશે.
પણ તેમના દુશ્મનો પર તે રોષે ભરાશે.”+
તે ભભૂકતા ક્રોધથી વેર વાળશે
અને આગની જ્વાળાઓથી સજા ફટકારશે.+
૧૬ યહોવા આગથી, હા, પોતાની તલવારથી
બધા મનુષ્યોનો ન્યાય કરશે.
યહોવાથી કતલ થયેલા ઘણા બધા હશે.”
૧૭ યહોવા કહે છે, “જેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે તથા બાગ-બગીચાઓમાં* જઈને મૂર્તિઓને પૂજે છે,+ જેઓ ડુક્કરનું અને ઉંદરનું માંસ ખાય છે,+ અશુદ્ધ વસ્તુઓ ખાય છે, તેઓ બધાનો એકસાથે નાશ થશે. ૧૮ હું તેઓનાં કામો અને તેઓના વિચારો જાણું છું. એટલે હું બધી પ્રજાઓ અને ભાષાઓના લોકોને ભેગા કરવા આવું છું. તેઓ આવશે અને મારું ગૌરવ જોશે.”
૧૯ “હું તેઓમાં એક નિશાની દેખાડીશ. હું તેઓમાંના બચી ગયેલાઓમાંથી અમુકને આ પ્રજાઓ પાસે મોકલીશ: તાર્શીશ,+ પૂલ અને લૂદ,+ જેઓ ધનુષ્ય ચલાવવામાં કુશળ છે. તુબાલ, યાવાન+ અને દૂરના ટાપુઓ પાસે પણ મોકલીશ, જેઓએ મારા વિશે સાંભળ્યું નથી કે મારું ગૌરવ જોયું નથી. બચી ગયેલા લોકો બધી પ્રજાઓમાં મારું ગૌરવ જાહેર કરશે.+ ૨૦ જેમ ઇઝરાયેલીઓ પોતાની ભેટ ચોખ્ખા વાસણમાં યહોવાના મંદિરમાં લાવે, તેમ તેઓ તારા ભાઈઓને બધી પ્રજાઓમાંથી+ યહોવા માટે ભેટ તરીકે કાઢી લાવશે. તારા ભાઈઓને તેઓ રથો અને ગાડાઓમાં, ઘોડા, ખચ્ચરો અને ઝડપથી દોડતાં ઊંટો પર લઈ આવશે. તેઓને મારા પવિત્ર પર્વત, યરૂશાલેમ લાવવામાં આવશે,” એવું યહોવા કહે છે.
૨૧ યહોવા કહે છે, “તેઓમાંથી અમુકને હું યાજકો માટે અને લેવીઓ માટે લઈશ.”
૨૨ યહોવા કહે છે, “હું નવું આકાશ અને નવી પૃથ્વી બનાવું છું.+ એ મારી આગળ કાયમ રહેશે તેમ, તારા વંશજો અને તારું નામ પણ કાયમ રહેશે.”+
૨૪ તેઓ બહાર જશે અને મારી સામે બંડ કરનારનાં મડદાં જોશે.