અયૂબ
૩૩ “હે અયૂબ, હવે મારો એકેએક શબ્દ સાંભળો;
હું જે કહું છું એ પર કાન ધરો.
૨ જુઓ! મારે મોં ઉઘાડવું પડશે;
મારી જીભ હવે બોલવા લાગશે.
૩ મારા શબ્દો મારા દિલની સચ્ચાઈ જાહેર કરશે,+
હું જે જાણું છું, એ જ મારા હોઠો કહેશે.
૫ જો તમે જવાબ આપી શકો, તો આપો;
તૈયાર થઈ જાઓ, તમારી દલીલો મારી આગળ રજૂ કરો.
૬ જુઓ! સાચા ઈશ્વરની આગળ હું પણ તમારા જેવો જ છું;
મને પણ માટીમાંથી જ ઘડવામાં આવ્યો છે.+
૭ એટલે મારાથી ડરશો નહિ,
મારા શબ્દો એટલા ભારે નહિ હોય કે તમને કચડી નાખે.
૮ તમારી વાત મેં બરાબર સાંભળી છે,
હા, તમારા આ શબ્દો મેં વારંવાર સાંભળ્યા છે:
૧૦ પણ ઈશ્વર મારી સામે થવા બહાનાં શોધે છે;
તે મને પોતાનો દુશ્મન ગણે છે.+
૧૨ પણ તમારી એ વાત ખોટી છે, એટલે હું તમને સત્ય જણાવું છું:
ઈશ્વર તો મામૂલી માણસ કરતાં અતિ મહાન છે.+
૧૩ તમે કેમ ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરો છો?+
શું તેમણે તમારી એકેય વાતનો જવાબ ન આપ્યો એટલે?+
૧૪ ઈશ્વર એક વાર બોલે છે, હા, બે વાર બોલે છે,
પણ કોઈ તેમનું સાંભળતું નથી.
૧૫ તે સપનામાં, હા, રાતના દર્શનમાં બોલે છે,+
ત્યારે તો લોકો ભરઊંઘમાં હોય છે,
પોતાની પથારીમાં ઘસઘસાટ સૂતા હોય છે.
૧૬ પછી તે તેઓના કાન ઉઘાડે છે,+
તેઓનાં મનમાં પોતાની શિખામણ છાપી દે છે,*
૧૭ જેથી માણસ ખોટા માર્ગથી પાછો વળે,+
અને ઘમંડથી પોતાનું રક્ષણ કરે.+
૧૯ કોઈ માણસ પથારીમાં દુઃખ-દર્દ ભોગવતો હોય,
અને આખો દિવસ તેનાં હાડકાં પીડાતાં હોય, ત્યારે તેને બોધપાઠ મળે છે,
૨૦ તેનો જીવ ખોરાકથી કંટાળે છે,
અરે, ભાવતા ભોજનથી પણ તેને સૂગ ચઢે છે.+
૨૧ તે સાવ સુકાઈ જાય છે,
બસ તેનાં હાડકાં જ દેખાય છે.
૨૨ તેનો જીવ કબર* નજીક જાય છે,
જેઓ તેનો જીવ લેવા માંગે છે, તેઓની નજીક જાય છે.
૨૩ કાશ! તેની પાસે કોઈ દૂત* આવે,
હજારમાંથી કોઈ એક તેની મદદે આવે
અને તેને જણાવે કે માણસ માટે શું સારું છે,
૨૪ પછી ઈશ્વર તેને કૃપા બતાવશે અને કહેશે,
તેના છુટકારાની કિંમત* મને મળી ગઈ છે!+
૨૫ તેનું શરીર* બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત* થાય;+
અને તેનું જુવાનીનું જોમ પાછું આવે.’+
૨૬ તે ઈશ્વરને આજીજી કરશે+ અને એ સાંભળવામાં આવશે,
તે જયજયકાર કરતો કરતો ઈશ્વરની આગળ જશે,
ઈશ્વર પોતાની આગળ માણસને ન્યાયી ઠરાવશે.
૨૭ તે માણસ બધા આગળ ગાશે,*
‘મેં પાપ કર્યું છે+ અને સત્યને મરડી નાખ્યું છે,
પણ મને જેટલી સજા થવી જોઈએ, એટલી થઈ નથી.*
૨૯ સાચે જ એ બધું ઈશ્વરે કર્યું છે,
માણસ માટે તે બે વાર, હા, ત્રણ વાર એમ કરે છે,
૩૦ જેથી તેને કબરમાંથી* પાછો લાવવામાં આવે,
અને તેની જીવન-જ્યોત ઝળહળતી રહે.+
૩૧ હે અયૂબ, મારું સાંભળો, મારી વાત પર ધ્યાન આપો!
હું વાત પૂરી કરું ત્યાં સુધી ચૂપ રહો.
૩૨ જો તમારે કંઈ કહેવું હોય, તો કહો,
બોલો, કેમ કે હું તમને નિર્દોષ સાબિત કરવા માંગું છું.
૩૩ જો તમારી પાસે કહેવા માટે કંઈ ન હોય, તો મારું સાંભળો;
ચૂપ રહો, હું તમને બુદ્ધિની વાતો શીખવીશ.”