ગીતશાસ્ત્ર
૭૮ હે મારા લોકો, મારો નિયમ* સાંભળો,
મારા મોંના શબ્દો પર કાન ધરો.
૩ જે વાતો આપણે સાંભળી અને જાણી છે,
જે આપણા બાપદાદાઓએ આપણને કહી છે,+
૪ એ આપણે તેઓના વંશજોથી છુપાવીશું નહિ.
આપણે આવનાર પેઢીને+
યહોવાનાં પ્રશંસાપાત્ર કામો, તેમની શક્તિ+
અને તેમણે કરેલાં શાનદાર કામો વિશે જણાવીશું.+
૫ તેમણે યાકૂબને આજ્ઞા આપી
અને ઇઝરાયેલમાં નિયમ ઠરાવ્યો;
તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે,
તેઓ પોતાનાં બાળકોને એ વિશે જણાવે,+
૬ જેથી આવનાર પેઢીમાં જે બાળકો જન્મે,
તેઓ એ વાતો જાણે.+
પછી તેઓ પણ પોતાનાં બાળકોને એ જણાવે.+
૭ એનાથી તેઓ ઈશ્વરમાં ભરોસો મૂકશે.
૮ તેઓ પોતાના બાપદાદાઓ જેવા નહિ બને.
તેઓ ઈશ્વરને વફાદાર ન હતા.
૯ એફ્રાઈમીઓ ધનુષ્યથી સજ્જ હતા,
તોપણ યુદ્ધના દિવસે તેઓ નાસી છૂટ્યા.
૧૩ તેમણે સમુદ્રના બે ભાગ કર્યા કે તેઓ એમાંથી પસાર થાય.
તેમણે પાણીને દીવાલની* જેમ રોકી રાખ્યું.+
૧૪ તેમણે તેઓને દિવસે વાદળથી
અને રાતે અગ્નિના પ્રકાશથી દોર્યા.+
૧૫ તેમણે વેરાન પ્રદેશમાં ખડકો ચીરી નાખ્યા,
તેઓને દરિયા જેટલું પાણી આપ્યું, જેથી તેઓની તરસ છિપાય.+
૧૬ તેમણે ભેખડમાંથી ઝરણાં રેલાવ્યાં
અને પાણી નદીઓની જેમ વહેતું થયું.+
૧૭ તોપણ તેઓએ રણમાં સર્વોચ્ચ ઈશ્વર સામે બંડ કર્યું.+
એમ કરીને તેઓ તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા.
૧૮ તેઓએ પોતાની લાલસા પ્રમાણે ખાવાનું માંગી માંગીને,
પોતાનાં મનમાં ઈશ્વરની કસોટી કરી.+
૧૯ તેઓ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા,
“શું ઈશ્વર આ વેરાન પ્રદેશમાં અમને મિજબાની આપશે?”+
૨૦ તેમણે એક ખડક પર ઘા કર્યો,
એટલે એમાંથી પાણી વહેવા લાગ્યું ને ઝરણાં ફૂટી નીકળ્યાં.+
છતાં તેઓએ પૂછ્યું: “શું તે આપણને ખાવાનું પણ આપશે?
શું તે પોતાના લોકોને માંસ આપશે?”+
૨૧ એ સાંભળીને યહોવા કોપાયમાન થયા.+
૨૨ કારણ, તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ,+
તે બચાવશે એવો ભરોસો રાખ્યો નહિ.
૨૩ એટલે ઈશ્વરે વાદળોથી ઘેરાયેલા આભને આજ્ઞા કરી
અને આકાશના દરવાજા ખોલી નાખ્યા.
૨૪ તેઓ માટે ખોરાક તરીકે તે માન્ના* વરસાવતા રહ્યા.
તેમણે તેઓને સ્વર્ગમાંથી ખોરાક આપ્યો.+
૨૬ તેમણે આકાશમાં પૂર્વથી પવન ચલાવ્યો,
પોતાની શક્તિ દ્વારા દક્ષિણથી પવન ફૂંકાવ્યો.+
૨૭ તેમણે ધૂળની જેમ પુષ્કળ માંસ
અને દરિયા કાંઠાની રેતીની જેમ પક્ષીઓ વરસાવ્યાં.
૨૮ તેમણે પક્ષીઓને તેઓની છાવણીમાં,
તેઓના તંબુઓની ચારે બાજુ પડવાં દીધાં.
૨૯ તેઓએ ખાધું, ઠાંસી ઠાંસીને ખાધું.
તેમણે તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું.+
૩૦ પણ તેઓની લાલસા હજી સંતોષાઈ ન હતી,
ખાવાનું હજી તો તેઓના મોંમાં જ હતું
૩૧ અને ઈશ્વરનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.+
તેમણે તેઓના શૂરવીરોને મારી નાખ્યા.+
ઇઝરાયેલના યુવાનોને તેમણે ઢાળી દીધા.
૩૩ તેથી, ઈશ્વરે તેઓના દિવસો જાણે પળ બે પળમાં પૂરા કરી નાખ્યા.+
મુસીબતો લાવીને તેઓનાં વર્ષો ટૂંકાવી દીધાં.
૩૪ પણ ઈશ્વર તેઓમાંથી અમુકને મારી નાખે કે તરત તેઓ તેમને ભજવા લાગતા,+
તેઓ પાછા ફરીને ઈશ્વરનું માર્ગદર્શન શોધતા.
૩૬ પણ તેઓએ પોતાના શબ્દોથી તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો
અને પોતાની જીભથી જૂઠું બોલ્યા.
૩૮ પણ ઈશ્વર દયાળુ હતા.+
તે તેઓની ભૂલો માફ કરતા અને તેઓનો નાશ કરતા નહિ.+
તેઓ પર ગુસ્સો ઠાલવવાને બદલે,+
તે અનેક વાર પોતાનો ગુસ્સો ગળી જતા.
૪૨ તેઓ ઈશ્વરની શક્તિ વીસરી ગયા.
તેઓ એ દિવસ ભૂલી ગયા જ્યારે તેમણે તેઓને દુશ્મનોથી બચાવ્યા* હતા.+
૪૩ તેમણે ઇજિપ્તમાં ચમત્કારો કર્યા હતા,+
સોઆન પ્રદેશમાં ચમત્કારો કર્યા હતા
૪૪ અને નાઈલ નદીની નહેરોનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું હતું,+
જેથી ઇજિપ્તના લોકો એનું પાણી પી ન શકે.
૪૬ તેમણે તેઓની ફસલ ખાઉધરાં તીડોને ધરી દીધી,
તેઓની મહેનતનાં ફળ તીડોનાં ટોળાંને આપી દીધાં.+
૪૯ તેઓ પર તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો,
તે તેઓ પર રોષ, કોપ અને સંકટ લાવ્યાં,
દૂતોની સેનાઓ તેઓ પર આફત લાવી.
૫૦ તેમણે પોતાના ક્રોધ માટે માર્ગ તૈયાર કર્યો
અને તેઓને મોતથી બચાવ્યા નહિ.
તેમણે રોગચાળાથી તેઓને મારી નાખ્યા.
૫૧ આખરે તેમણે ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+
જેઓ હામના તંબુઓમાં પ્રથમ જન્મેલા હતા.
૫૨ પછી તે પોતાના લોકોને ઘેટાંની જેમ બહાર કાઢી લાવ્યા,+
તેઓને વેરાન પ્રદેશમાં એક ટોળાની જેમ દોર્યા.
૫૩ તે તેઓને સહીસલામત દોરી ગયા,
તેઓને કોઈ ડર ન હતો.+
તેઓના દુશ્મનો પર સમુદ્રનું પાણી ફરી વળ્યું.+
૫૪ તે તેઓને પોતાના પવિત્ર વિસ્તારમાં લાવ્યા,+
એ પહાડી પ્રદેશમાં, જે તેમણે પોતાના જમણા હાથે કબજે કર્યો હતો.+
૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+
તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+
તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+
૫૬ તોપણ તેઓ સર્વોચ્ચ ઈશ્વરની કસોટી કરતા રહ્યા, તેમની વિરુદ્ધ બંડ કરતા રહ્યા.+
તેમની આજ્ઞાઓ તેઓએ ગણકારી નહિ.+
૫૭ તેઓ ભટકી ગયા, પોતાના બાપદાદાઓની જેમ દગાખોર બની ગયા.+
વળી ગયેલા ધનુષ્યના બાણની જેમ, તેઓ આડે પાટે ચઢી ગયા.+
૫૮ તેઓ ઉચ્ચ સ્થાનો બનાવીને તેમને કોપાયમાન કરતા રહ્યા,+
કોતરેલી મૂર્તિઓ બનાવીને તેમના કોપને ભડકાવતા રહ્યા.+
૫૯ એ જોઈને ઈશ્વર રોષે ભરાયા+
અને તેમણે ઇઝરાયેલના લોકોને સાવ તરછોડી દીધા.
૬૧ તેમણે પોતાની તાકાતની નિશાનીને ગુલામીમાં જવા દીધી,
પોતાનું ગૌરવ દુશ્મનોના હાથમાં સોંપી દીધું.+
૬૨ તે પોતાના વારસા પર ક્રોધે ભરાયા,
તેમણે પોતાના લોકોને તલવારને હવાલે કર્યા.+
૬૩ અગ્નિએ તેમના જુવાનોને ભસ્મ કરી નાખ્યા.
તેમની કન્યાઓ માટે લગ્નગીતો ગાવામાં આવ્યાં નહિ.
૬૬ તેમણે પોતાના દુશ્મનોને નસાડી મૂક્યા,+
સદાને માટે તેઓને અપમાનિત કર્યા.
૬૭ તેમણે યૂસફનો તંબુ ત્યજી દીધો
અને એફ્રાઈમ કુળ પસંદ કર્યું નહિ.
૬૮ પણ તેમણે યહૂદા કુળને,
પોતાના વહાલા સિયોન પર્વતને પસંદ કર્યો.+
૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+
એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+
૭૦ તેમણે પોતાના સેવક દાઉદને પસંદ કર્યો.+
તેને ઘેટાંના વાડાઓમાંથી બોલાવ્યો,+
૭૧ જ્યાં તે ધવડાવતી ઘેટીઓની સંભાળ લેતો હતો.