યશાયા
૩૫ વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે.+
ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.+
એ આનંદ કરશે અને ખુશીથી પોકારી ઊઠશે.
લોકો યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો મહિમા જોશે.
૪ ચિંતામાં ડૂબી ગયેલા લોકોને* કહો:
“હિંમત રાખો. ગભરાશો નહિ.
જુઓ! ખુદ તમારા ઈશ્વર વેર વાળવા આવશે.
ઈશ્વર બદલો લેવા આવશે.+
તે આવશે અને તમને બચાવશે.”+
૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+
બહેરાના કાન ખોલવામાં આવશે.+
૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+
મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+
વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશે
અને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે.
જ્યાં શિયાળ રહેતાં હતાં,+
ત્યાં હવે લીલુંછમ ઘાસ, બરુ અને નેતર ઊગી નીકળશે.
હા, એને પવિત્ર માર્ગ કહેવામાં આવશે.
કોઈ પણ અશુદ્ધ માણસ એના પર મુસાફરી કરશે નહિ.+
એ માર્ગે ચાલનારા માટે જ એ છે.
કોઈ પણ મૂર્ખ એના પર ફરકશે નહિ.
૯ ત્યાં કોઈ સિંહ નહિ આવે,
કોઈ ખૂંખાર જાનવર પણ નહિ આવે.
તેઓ ત્યાં જોવા નહિ મળે.+
ઈશ્વરે છોડાવેલા લોકો જ એના પર ચાલશે.+
૧૦ યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+ અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+
તેઓનાં માથાં પર કાયમી આનંદનો મુગટ હશે.+
તેઓની ખુશી, તેઓના આનંદનો કોઈ પાર નહિ રહે.
શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+