માથ્થી
૩ એ દિવસોમાં યહૂદિયાના વેરાન પ્રદેશમાં બાપ્તિસ્મા આપનાર યોહાન+ આવ્યો અને પ્રચાર કરવા લાગ્યો.+ ૨ તે કહેવા લાગ્યો: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+ ૩ આ એ જ વ્યક્તિ છે, જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”+ ૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+ ૫ યરૂશાલેમ, આખા યહૂદિયા અને યર્દનની આસપાસના આખા પ્રદેશના લોકો તેની પાસે જવા લાગ્યા.+ ૬ તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા* આપ્યું.+
૭ તે બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ ઘણા ફરોશીઓ* અને સાદુકીઓ*+ આવ્યા. તેઓ પર નજર પડતા યોહાને કહ્યું: “ઓ સાપના વંશજો,+ આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા?+ ૮ એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. ૯ તમે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઇબ્રાહિમ છે.’+ હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્ન કરી શકે છે. ૧૦ વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. સારાં ફળ આપતું નથી એ દરેક વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.+ ૧૧ તમારા પસ્તાવાને લીધે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું.+ પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી+ અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.+ ૧૨ તેમના હાથમાં સૂપડું છે અને તે પોતાની ખળીને* એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે+ જે કદી હોલવી શકાશે નહિ.”
૧૩ એ પછી ઈસુ બાપ્તિસ્મા લેવા ગાલીલથી યર્દન નદીએ યોહાન પાસે આવ્યા.+ ૧૪ પણ યોહાને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, “મારે તમારાથી બાપ્તિસ્મા લેવાની જરૂર છે. તમે મારી પાસે કેમ આવો છો?” ૧૫ ઈસુએ તેને જવાબ આપ્યો: “અત્યારે આવું થવા દે, કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે બધું કરવું આપણા માટે યોગ્ય છે.” પછી યોહાને તેમને રોક્યા નહિ. ૧૬ બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા. જુઓ, આકાશ ઊઘડી ગયું!+ યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ+ ૧૭ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો:+ “આ મારો વહાલો દીકરો છે,+ જેને મેં પસંદ કર્યો છે.”+