ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.
૬૯ હે ભગવાન, મને બચાવો, પાણીને લીધે મારો જીવ જોખમમાં છે.+
૨ હું કાદવમાં ખૂંપી ગયો છું અને પગ મૂકવાને જમીન નથી.+
હું ઊંડા પાણીમાં પડી ગયો છું
અને એનું વહેણ મને તાણી રહ્યું છે.+
૩ હું પોકાર કરી કરીને થાકી ગયો છું,+
મારું ગળું બેસી ગયું છે.
મારા ઈશ્વરની રાહ જોઈને મારી આંખો થાકી ગઈ છે.+
મારો નાશ કરવા માંગનારા,
દગાખોરો, હા, મારા દુશ્મનો ઘણા વધી ગયા છે.
મેં ચોરી ન હોય એ વસ્તુઓ પાછી આપવા તેઓ બળજબરી કરે છે.
૫ હે ભગવાન, તમે મારી મૂર્ખાઈ જાણો છો,
મારું પાપ તમારાથી છૂપું નથી.
૬ હે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા,
તમારા પર આશા રાખનારાઓ મારા લીધે શરમમાં ન મુકાય.
હે ઇઝરાયેલના ઈશ્વર,
તમારું માર્ગદર્શન શોધનારાઓની મારા લીધે બદનામી ન થાય.
૭ તમારે લીધે હું અપમાન સહું છું.+
હું કોઈને મોં બતાવવા લાયક રહ્યો નથી.+
૮ હું મારા ભાઈઓ માટે પારકો થઈ ગયો છું,
મારી માના દીકરાઓ માટે અજાણ્યો બની ગયો છું.+
૯ તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.+
તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.+
૧૦ મેં ઉપવાસ કરીને પોતાને નમ્ર બનાવ્યો ત્યારે,*
મારું અપમાન કરવામાં આવ્યું.
૧૧ મેં કંતાનનાં કપડાં પહેર્યાં ત્યારે,
તેઓએ મારી મજાક ઉડાવી.*
૧૨ શહેરના દરવાજે બેસનારાઓ* મારા વિશે વાતો કરે છે,
દારૂડિયાઓ મારા વિશે ગીતો રચે છે.
૧૩ પણ હે યહોવા, તમે યોગ્ય સમયે
મારી પ્રાર્થના સાંભળો.+
હે ઈશ્વર, તમારો અતૂટ પ્રેમ* વરસાવીને મને જવાબ આપો.
મને ભરોસો છે કે તમે જરૂર મારો ઉદ્ધાર કરશો.+
૧૪ મને દલદલમાંથી બચાવો,
એમાં ખૂંપી જવા દેશો નહિ.
મને નફરત કરનારાઓથી
અને ઊંડા પાણીમાંથી બચાવી લો.+
૧૫ પૂરનું ધસમસતું પાણી મને ઘસડી ન જાય,+
ઊંડું પાણી મને ડુબાડી ન દે,
૧૬ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ ઉત્તમ હોવાથી મને જવાબ આપો.+
મારા પર તમારી પુષ્કળ દયા હોવાથી મારી તરફ ફરો.+
૧૭ તમારા આ ભક્તથી તમારું મુખ ફેરવી લેશો નહિ.+
મને જલદી જવાબ આપો, કેમ કે હું હેરાન-પરેશાન છું.+
૧૮ મારી પાસે આવો અને મને બચાવો.
મારા દુશ્મનોના હાથમાંથી મને છોડાવો.
૧૯ તમે મારી બદનામી, મારું અપમાન અને મારી શરમ જાણો છો.+
તમે મારા બધા વેરીઓને જોયા છે.
૨૦ અપમાનથી મારું કાળજું કપાઈ ગયું છે અને જખમ રુઝાય એવો નથી.*
હું હમદર્દી ચાહતો હતો, પણ મને ન મળી.+
હું દિલાસો આપનારને ઝંખતો હતો, પણ એકેય ન મળ્યો.+
૨૨ તેઓની મિજબાનીઓ તેઓ માટે જાળ બની જાય
અને તેઓની જાહોજલાલી ફાંદો બની જાય.+
૨૪ તમારો કોપ તેઓ પર રેડી દો
અને તમારા ગુસ્સાની આગમાં તેઓને ભસ્મ કરી દો.+
૨૫ તેઓની છાવણીઓ ઉજ્જડ થઈ જાય,
તેઓના તંબુઓમાં કોઈ વસે નહિ.+
૨૬ તમે જેને સજા કરી છે, તેની પાછળ તેઓ પડે છે,
તમે જેઓને ઘાયલ કર્યા છે, તેઓની પીડા વિશે તેઓ ગુસપુસ કરે છે.
૨૭ તેઓના દોષમાં વધારો કરો,
તમારી નજરમાં તેઓ નેક ન ગણાઓ.
૨૯ હું દુઃખી છું અને મને ઘણી વેદના થાય છે.+
હે ભગવાન, તમારી શક્તિથી મને બચાવી લો, મારું રક્ષણ કરો.
૩૦ હું ઈશ્વરના નામની સ્તુતિ ગાઈશ
અને આભાર માનીને તેમને મોટા મનાવીશ.
૩૧ એનાથી યહોવાને એટલી ખુશી થશે,
જેટલી આખલાના બલિદાનથી નથી થતી,
અરે, શિંગડાં અને ખરીવાળા આખલાના બલિદાનથી પણ નથી થતી.+
૩૨ નમ્ર લોકો એ જોઈને આનંદ કરશે.
હે ઈશ્વરભક્તો, તમારાં દિલ તાજગીથી ભરપૂર થાઓ.
કેદ થયેલા પોતાના લોકોને તે તરછોડી દેશે નહિ.+
૩૪ આકાશ અને ધરતી તેમનો જયજયકાર કરો.+
સાગર અને એમાં રહેનારા બધા તેમની સ્તુતિ કરો.
૩૫ ઈશ્વર સિયોનને બચાવશે+
અને યહૂદાનાં શહેરોને ફરીથી બાંધશે.
તેમના લોકો ત્યાં રહેશે અને એના* માલિક બનશે.