યશાયા
૧૬ દેશના શાસકને એક ઘેટો મોકલો,
સેલાથી વેરાન પ્રદેશમાં થઈને
સિયોનની દીકરીના પર્વત પર મોકલો.
૩ “સલાહ આપો, નિર્ણય કરો.
ભરબપોરે રાતના અંધકાર જેવી છાયા કરો અને રક્ષણ આપો.
વિખેરાઈ ગયેલાઓને સંતાડો અને નાસી છૂટનારાઓને દગો ન દો.
૪ ઓ મોઆબ, વિખેરાઈ ગયેલા મારા લોકો તારામાં રહે.
વિનાશ કરનારાને લીધે તું તેઓની સંતાવાની જગ્યા બન.+
જુલમીને ખતમ કરી દેવામાં આવશે,
વિનાશનો અંત આવશે,
બીજાઓને કચડી નાખનારાઓનો ધરતી પરથી નાશ થશે.
૫ પછી અતૂટ પ્રેમના પાયા પર રાજગાદી કાયમ કરવામાં આવશે.
દાઉદના મંડપમાં રાજગાદીએ બેસનાર વિશ્વાસુ હશે.+
તે અદ્દલ ઇન્સાફ કરશે, જે ખરું છે એ કરવામાં જરાય મોડું નહિ કરે.”+
૬ અમે મોઆબના અભિમાન વિશે સાંભળ્યું છે, તે કેવો ઘમંડી છે!+
અમે તેના અહંકાર, ગર્વ અને ક્રોધ વિશે સાંભળ્યું છે.+
પણ તેની મોટી મોટી વાતો પોકળ સાબિત થશે.
૭ મોઆબ આફતોને લીધે વિલાપ કરશે.
એના લોકો પોક મૂકીને રડશે.+
જેઓએ માર ખાધો છે, તેઓ કીર-હરેસેથની સૂકી દ્રાક્ષોનાં ચકતાં યાદ કરીને રડશે.+
પ્રજાઓના શાસકોએ લાલચટક દ્રાક્ષોથી લચી પડેલી ડાળીઓ છૂંદી નાખી છે.
એ ડાળીઓ છેક યાઝેર+ સુધી પહોંચી હતી.
એ વેરાન પ્રદેશ સુધી પહોંચી ગઈ હતી.
એની ડાળખીઓ છેક સમુદ્ર સુધી ફેલાઈ ગઈ હતી.
૯ એટલે હું જેમ યાઝેર માટે રડું છું, તેમ સિબ્માહના વેલા માટે રડીશ.
ઓ હેશ્બોન અને એલઆલેહ,+ મારાં આંસુથી હું તમને ભીંજવી નાખીશ,
કારણ કે ઉનાળાનાં તમારાં ફળ, તમારી ફસલ લણનારાનો પોકાર બંધ થયો છે.*
૧૦ વાડીમાંથી આનંદ અને ખુશી છીનવી લેવામાં આવ્યાં છે.
દ્રાક્ષાવાડીઓમાં નથી ખુશીનાં ગીતો કે નથી આનંદનો પોકાર.+
દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષો ખૂંદીને કોઈ દ્રાક્ષારસ કાઢતું નથી,
મેં બધો શોરબકોર બંધ કરાવી દીધો છે.+
૧૧ જેમ વીણાના તાર ઝણઝણી ઊઠે,
તેમ મારું દિલ મોઆબ માટે કાંપી ઊઠે છે+
અને કીર-હરેસેથ માટે મારી આંતરડી કકળે છે.+
૧૨ ભલે મોઆબ ભક્તિ-સ્થળે જઈ જઈને ઘસાઈ જાય, ભલે મંદિરે જઈ જઈને પ્રાર્થના કરે, પણ એ બધું નકામું છે.+
૧૩ એ બધું યહોવાએ મોઆબ વિશે અગાઉ જણાવ્યું હતું. ૧૪ હવે યહોવા કહે છે: “ફક્ત ત્રણ જ વર્ષમાં* મોઆબનું ગૌરવ ધૂળમાં મળી જશે. ચારે બાજુ ધાંધલ-ધમાલ મચી જશે. એમાં બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ બચી જશે, જેઓનું કોઈ મહત્ત્વ નહિ હોય.”+