ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત. યહોવાએ દાઉદને બધા દુશ્મનોના અને શાઉલના હાથમાંથી છોડાવ્યો, એ દિવસે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું હતું. તેણે કહ્યું:+
૧૮ હે યહોવા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે મારું બળ છો.+
૨ યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે.+
ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,
તે મારી ઢાલ, મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+
૩ યહોવાની સ્તુતિ થાઓ! હું તેમને પોકાર કરીશ
અને તે મને દુશ્મનોથી બચાવશે.+
૪ મોતનાં બંધનોએ મને ઘેરી લીધો.+
પૂરની જેમ ધસી આવીને બદમાશોએ મને ડરાવ્યો.+
૫ કબરનાં* બંધનોએ મને બાંધી દીધો.
મારી સામે મોતની જાળ ફેલાઈ ગઈ.+
૬ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી,
મારા ઈશ્વરને હું મદદ માટે પોકારતો રહ્યો.
૭ પછી પૃથ્વી હાલવા લાગી અને કાંપવા લાગી,+
પર્વતોના પાયા હાલી ઊઠ્યા અને ધ્રૂજી ગયા,
કેમ કે ઈશ્વર કોપાયમાન થયા હતા.+
૮ તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો,
તેમના મોંમાંથી ભસ્મ કરનાર અગ્નિ પ્રગટ્યો+
અને તેમની પાસેથી ધગધગતા અંગારા વરસ્યા.
૧૨ તેમની આગળ રહેલા તેજથી
કરા અને અંગારા નીકળ્યા, વાદળોની આરપાર થઈને વરસ્યા.
૧૩ યહોવા સ્વર્ગમાંથી ગર્જના કરવા લાગ્યા.+
કરા અને અંગારાથી
સર્વોચ્ચ ઈશ્વરે પોતાની ત્રાડ સંભળાવી.+
૧૫ હે યહોવા, તમારી ધમકીથી,
તમારા નાકમાંથી નીકળતા સુસવાટાથી,+
નદીઓનાં તળિયાં દેખાયાં,+ અરે પૃથ્વીના પાયા નજરે પડ્યા.
૧૬ તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો,
મને ઊંડા પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો.+
૧૮ સંકટમાં તેઓએ મારા પર હુમલો કર્યો,+
પણ યહોવાએ મને સાથ આપ્યો.
૧૯ તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા,
તેમણે મને બચાવ્યો, કેમ કે તે મારાથી ખુશ હતા.+
૨૧ હું હંમેશાં યહોવાને માર્ગે ચાલ્યો છું,
મેં મારા ઈશ્વરને ત્યજી દેવાનું પાપ કર્યું નથી.
૨૨ તેમના બધા કાયદા-કાનૂન મારી નજર સામે છે,
હું તેમના આદેશોથી મુખ ફેરવીશ નહિ.
૨૮ હે યહોવા, તમે મારો દીવો પ્રગટાવો છો.
મારા ઈશ્વર મારો અંધકાર દૂર કરીને પ્રકાશ આપે છે.+
૨૯ તમારી શક્તિથી હું લુટારાઓની સામે થઈ શકું છું.+
ઈશ્વરની શક્તિથી હું દીવાલ ઓળંગી શકું છું.+
તેમનામાં આશરો લેનાર દરેક માટે તે ઢાલ છે.+
૩૧ યહોવા સિવાય બીજો ઈશ્વર કોણ?+
આપણા ઈશ્વર સિવાય બીજો ખડક કોણ?+
૩૩ તે મારા પગ હરણના પગ જેવા કરે છે,
તે મને ઊંચી જગ્યાઓએ ઊભો રાખે છે.+
૩૪ તે મારા હાથને યુદ્ધકળા શીખવે છે,
મારા હાથ તાંબાનું ધનુષ્ય વાળી શકે છે.
૩૬ મારાં પગલાં માટે તમે રસ્તો પહોળો કર્યો છે,
મારા પગ લપસી જશે નહિ.+
૩૭ હું મારા દુશ્મનોનો પીછો કરીને તેઓને પકડી પાડીશ,
તેઓનો સફાયો કર્યા વગર હું પાછો ફરીશ નહિ.
૩૮ તેઓ મારા પગની ધૂળ ચાટશે.
હું તેઓને એવા કચડી નાખીશ કે પાછા ઊઠી નહિ શકે.+
૩૯ તમે મને યુદ્ધ કરવાનું બળ આપશો,
તમે મારા વેરીઓને ધૂળ ચાટતા કરી દેશો.+
૪૦ તમે મારા દુશ્મનોને પીછેહઠ કરાવશો,
જેઓ મને ધિક્કારે છે તેઓનો હું અંત લાવીશ.+
૪૧ તેઓ મદદ માટે પોકારે છે, પણ બચાવનાર કોઈ નથી.
તેઓ યહોવાને કરગરે છે, પણ તે જવાબ આપતા નથી.
૪૨ હું તેઓને ખાંડીને પવનમાં ઊડતી ધૂળ જેવા કરી નાખીશ,
હું તેઓને રસ્તાના કાદવની જેમ ફેંકી દઈશ.
૪૩ મારી સામે આંગળી ચીંધનાર લોકોથી તમે મને બચાવશો,+
તમે મને બીજી પ્રજાઓનો આગેવાન બનાવશો,+
અજાણ્યા લોકો મારી સેવા કરશે.+
૪૪ મારા વિશે સાંભળતા જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.
પરદેશીઓ ડરતાં ડરતાં મારી આગળ આવશે.+
૪૫ પરદેશીઓ હિંમત હારી જશે,
તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં પોતાના કિલ્લાઓમાંથી નીકળી આવશે.
૪૬ યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે! મારા ખડકની સ્તુતિ થાઓ!+
મારા ઉદ્ધારના ઈશ્વરનો મહિમા થાઓ.+
૪૭ સાચા ઈશ્વર મારા માટે વેર વાળે છે,+
તે લોકોને મારે તાબે કરે છે.
૪૮ ગુસ્સે ભરાયેલા મારા દુશ્મનોથી તે મને છોડાવે છે.
મારા પર હુમલો કરનારાઓથી તમે મને ઊંચો કરો છો,+
હિંસક માણસથી તમે મને બચાવો છો.