ઝખાર્યા
૧૩ “એ દિવસે દાઉદના ઘર માટે અને યરૂશાલેમના રહેવાસીઓ માટે એક કૂવો ખોદવામાં આવશે, જેથી તેઓ પોતાનાં પાપ અને અશુદ્ધતા ધોઈ શકે.”+
૨ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હું એ દિવસે દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન મિટાવી દઈશ.+ તેઓને ફરી કદી યાદ કરવામાં આવશે નહિ. હું પ્રબોધકોને અને દુષ્ટ શક્તિને દેશમાંથી કાઢી મૂકીશ.+ ૩ જો કોઈ માણસ ફરી ભવિષ્યવાણી કરશે, તો તેને જન્મ આપનાર તેનાં માબાપ કહેશે, ‘તું જીવશે નહિ, કેમ કે તું યહોવાના નામમાં જૂઠું બોલ્યો છે.’ તેને જન્મ આપનાર માબાપ તેને આરપાર વીંધી નાખશે, કેમ કે તેણે ભવિષ્યવાણી કરી હતી.+
૪ “એ દિવસે, ભવિષ્યવાણી કરતી વખતે દરેક પ્રબોધકને પોતાનું દર્શન જણાવતાં શરમ આવશે. લોકોને છેતરવા તે ફરી કદી પોતાનું રુવાંટીવાળું વસ્ત્ર*+ પહેરશે નહિ. ૫ તે કહેશે, ‘હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનાર છું. હું નાનો હતો ત્યારે એક માણસે મને ગુલામ તરીકે ખરીદ્યો હતો.’ ૬ જો કોઈ તેને પૂછશે, ‘તારા શરીર પર* આ ઘા શાના છે?’ તો તે કહેશે, ‘મારા મિત્રોના* ઘરે મને એ ઘા પડ્યા હતા.’”
૮ યહોવા કહે છે, “આખા દેશમાં જેટલા લોકો છે,
એમાંથી બે ભાગના લોકોને કાપીને મારી નાખવામાં આવશે
અને ત્રીજા ભાગના લોકોને જીવતા રાખવામાં આવશે.
૯ એ ત્રીજા ભાગના લોકોને હું અગ્નિમાંથી પસાર કરીશ,
જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે, તેમ હું તેઓને શુદ્ધ કરીશ,
જેમ સોનાને પારખવામાં આવે છે, તેમ હું તેઓની પરખ કરીશ.+
તેઓ મારા નામે પોકાર કરશે
અને હું તેઓને જવાબ આપીશ.
હું કહીશ, ‘તેઓ મારા લોકો છે’+
અને તેઓ કહેશે, ‘યહોવા અમારા ઈશ્વર છે.’”