ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું:
૩ યુદ્ધના દિવસે તમારા લોકો ખુશીથી તમારી સાથે આવવા તૈયાર થશે.
તમારી સાથે યુવાનો છે, જેઓની પવિત્રતા ઝળહળે છે,
તેઓ પ્રભાતનાં* ઝાકળબિંદુઓ જેવા છે.
૪ યહોવાએ આવા સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ:
૫ યહોવા તમારા જમણા હાથે રહેશે.+
તે પોતાના કોપના દિવસે રાજાઓને કચડી નાખશે.+
૬ તે પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.+
તે ધરતીને મડદાઓથી ભરી દેશે.+
તે આખી પૃથ્વીના* આગેવાનને કચડી નાખશે.
૭ તે* માર્ગમાં આવતા ઝરણામાંથી પાણી પીશે.
એટલે તે તાજગી મેળવીને પોતાનું માથું ઊંચું કરશે.