યશાયા
વેગીલા અને ગૂંછળિયા સાપ પર ઘા કરશે.
દરિયાના એ મોટા પ્રાણીને ઈશ્વર મારી નાખશે.
૨ એ દિવસે દ્રાક્ષાવાડી* માટે આ ગીત ગાવામાં આવશે:
“ઓ ફીણવાળા શરાબની દ્રાક્ષાવાડી!+
૩ હું યહોવા એની રક્ષા કરું છું.+
દરેક પળે હું એને પાણી પિવડાવું છું.+
હું રાત-દિવસ એની રક્ષા કરું છું,
જેથી કોઈ એને નુકસાન ન પહોંચાડે.+
જો કોઈ મારી દ્રાક્ષાવાડીમાં ઝાડી-ઝાંખરાં મૂકે, તો હું તેની સામે લડીશ.
હું ઝાડી-ઝાંખરાં કચડી નાખીશ અને આગમાં બાળીને ભસ્મ કરી નાખીશ.
૫ એમ ન થવા દેવું હોય તો તે મારા ગઢમાં રક્ષણ માંગે.
તે મારી સાથે સુલેહ-શાંતિ કરે.
હા, તે મારી સાથે સુલેહ-શાંતિ કરે.”
૬ સમય જતાં, યાકૂબનાં મૂળ ઊંડાં ઊતરશે.
ઇઝરાયેલ ખીલી ઊઠશે, એને અંકુર ફૂટશે.+
તેઓ આખી પૃથ્વીને પોતાની પેદાશથી ભરી દેશે.+
૭ શું મારનારે એને સખત મારવાની જરૂર હતી?
અથવા કતલ થયેલાઓ સાથે શું એની કતલ કરવાની જરૂર હતી?
૮ તમે એને સજા આપવા ડરાવી-ધમકાવીને દૂર મોકલી આપશો.
તમે ગુસ્સાથી તપી જઈને પૂર્વમાંથી આવતા પવનના સપાટાની જેમ એને કાઢી મૂકશો.+
૯ આ રીતે યાકૂબના પાપનો પસ્તાવો કરવામાં આવશે.+
તેનું પાપ દૂર કરાશે, એનું આવું પરિણામ આવશે:
તે વેદીના બધા પથ્થરોને
ભૂકો થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે.
ભક્તિ-થાંભલો કે કોઈ ધૂપદાની નહિ બચે.+
૧૦ કોટવાળું શહેર ઉજ્જડ મુકાશે.
એની ગૌચર જમીનો* છોડી દેવાશે અને વેરાન પ્રદેશની જેમ પડતી મુકાશે.+
ત્યાં વાછરડું ચરશે અને સૂઈ જશે,
તે ઝાડની ડાળીઓ ખાશે.+
૧૧ એની ડાળીઓ સુકાઈ જશે ત્યારે,
સ્ત્રીઓ આવીને એને બળતણ માટે તોડી જશે.
આ લોકોમાં કંઈ સમજણ નથી.+
એટલે તેઓના સર્જનહાર તેઓ પર જરાય દયા નહિ બતાવે,
તેઓના રચનાર તેઓ પર જરાય કૃપા નહિ કરે.+
૧૨ ઓ ઇઝરાયેલના લોકો, તમે વહેતી નદીના* ઝરણાથી ઇજિપ્તના વહેળા* સુધી ફેલાયેલા છો.+ જેમ કોઈ વૃક્ષ પરથી ફળ ઝૂડીને એક પછી એક વીણી લે, તેમ યહોવા તમને બધાને ભેગા કરશે.+ ૧૩ એ દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે.+ જેઓ આશ્શૂરના દેશમાં મરવાની અણીએ છે+ અને જેઓ ઇજિપ્તની ભૂમિ પર વિખેરાઈ ગયેલા છે,+ તેઓ આવશે. તેઓ યરૂશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવા આગળ નમન કરશે.+