હબાક્કૂક
૩ હબાક્કૂક પ્રબોધકની પ્રાર્થના, જે વિલાપગીતના* રૂપમાં છે:
૨ “હે યહોવા, મેં તમારા વિશે સાંભળ્યું છે.
હે યહોવા, તમારાં કાર્યોએ મને દંગ કરી દીધો છે.
અમારા સમયમાં* એ કાર્યો ફરી કરી બતાવો.
અમારા સમયમાં* એ કાર્યો જાહેર કરો.
વિપત્તિ દરમિયાન અમને દયા બતાવવાનું ભૂલતા નહિ.+
તેમના ગૌરવથી સ્વર્ગ ઢંકાઈ ગયું,+
તેમની સ્તુતિથી પૃથ્વી ભરાઈ ગઈ.
૪ તેમનું તેજ દિવસના પ્રકાશ જેવું હતું.+
તેમના હાથમાંથી બે કિરણો નીકળતાં હતાં,
જેમાં તેમનું સામર્થ્ય છુપાયેલું હતું.
અને પાછળ ધગધગતો તાવ.
૬ તે ઊભા રહ્યા અને પૃથ્વી ધ્રૂજી ઊઠી.+
તેમની એક નજરથી દેશો કાંપી ઊઠ્યા.+
સનાતન પર્વતોના ચૂરેચૂરા થઈ ગયા,
અને પ્રાચીન ટેકરીઓ નમી પડી.+
તેમના માર્ગો હંમેશાંથી એવા જ છે.
૭ મેં કૂશાનના તંબુમાં આફત જોઈ.
મિદ્યાન દેશના તંબુઓના પડદા હચમચી ગયા.+
૮ હે યહોવા, શું તમે નદીઓ પર ગુસ્સે છો?
શું તમે ઝરણાઓ પર ક્રોધે ભરાયા છો?
કે પછી સમુદ્ર પર રોષે ભરાયા છો?+
૯ તમે ધનુષ્ય બહાર કાઢ્યું છે અને તૈયાર રાખ્યું છે.
શપથ લઈને હથિયારો* નીમવામાં આવ્યાં છે.* (સેલાહ)
તમે નદીઓથી પૃથ્વીને ચીરી નાખો છો.
૧૦ પર્વતો તમને જોઈને દર્દથી ખૂબ રિબાયા.+
મુશળધાર વરસાદનું પાણી બધે ફરી વળ્યું.
ઊંડાણના પાણીએ ગર્જના કરી+
અને હાથ ઊંચા કરતું હોય એમ ફૂટી નીકળ્યું.
૧૧ તમારાં છૂટેલાં તીરોનો ચળકાટ+
અને તમારા ભાલાઓનો ઝગમગાટ એટલો તેજ હતો કે,
સૂર્ય અને ચંદ્ર ઊંચે પોતાના ઘરમાં જ ભરાઈ રહ્યા.+
૧૩ પોતાના લોકોનો ઉદ્ધાર કરવા, પોતાના અભિષિક્તને* બચાવવા તમે બહાર નીકળ્યા.
દુષ્ટ માણસના ઘરના મુખીને તમે મસળી નાખ્યો.
ઉપરથી લઈને નીચે પાયા સુધી એ ઘરને જમીનદોસ્ત કરી નાખ્યું. (સેલાહ)
૧૪ તેના યોદ્ધાઓ છાનીછૂપી રીતે લાચાર લોકોને ગળી જતા, તેઓને ખૂબ મજા આવતી.
જ્યારે મને વેરવિખેર કરવા તેઓ વાવાઝોડાની જેમ આવ્યા,
ત્યારે તમે તેઓનાં હથિયારો* તેઓના જ માથામાં ભોંકી દીધાં.
૧૫ તમે ઘોડાઓ પર સવાર થઈને દરિયો પાર કર્યો,
ઊછળતાં મોજાઓમાંથી પસાર થઈને સમુદ્ર ખેડ્યો.
૧૬ એ બધું સાંભળીને મને કંપારી છૂટી ગઈ,*
મારા હોઠ થથરવા લાગ્યા,
મારાં હાડકાંમાં સડો પેસી ગયો,+
મારા પગ ધ્રૂજવા લાગ્યા,
તોપણ હું વિપત્તિના દિવસની શાંતિથી રાહ જોઈશ,+
કેમ કે એ દિવસ અમારા દુશ્મનો* પર આવી રહ્યો છે.
૧૭ ભલે અંજીરી પર કોઈ ફળ ન આવે,
દ્રાક્ષાવેલા પર કોઈ દ્રાક્ષ ન લાગે,
ભલે જૈતૂનની કોઈ પેદાશ ન થાય,
ખેતરમાં કોઈ ફસલ ન પાકે,
ભલે ઘેટાં-બકરાં વાડામાંથી જતાં રહે,
તબેલામાં કોઈ ઢોરઢાંક ન રહે,
૧૮ તોપણ, હું તો યહોવાને લીધે આનંદ કરીશ,
મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરમાં હું ખુશી મનાવીશ.+
સંગીત સંચાલક* માટે સૂચન. મારાં તારવાળાં વાજિંત્રો સાથે ગાવું.