ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૬૮ હે ઈશ્વર, ઊભા થાઓ, તમારા વેરીઓ વેરવિખેર થઈ જાઓ.
તમને નફરત કરનારાઓ તમારી આગળથી નાસી છૂટો.+
૨ જેમ હવા ધુમાડાને ઉડાવી જાય, તેમ તમે તેઓને ઉડાવી લઈ જાઓ.
આગની સામે મીણ પીગળી જાય તેમ,
ઈશ્વર સામેથી દુષ્ટોનો વિનાશ થાઓ.+
૪ ઈશ્વરની સ્તુતિ ગાઓ. તેમના નામનો જયજયકાર કરો.*+
ઉજ્જડ પ્રદેશોમાં થઈને* સવારી કરનારનાં ગીતો ગાઓ.
તેમનું નામ યાહ* છે!+ તેમની આગળ ખુશી મનાવો!
૫ ઈશ્વર તો અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર* છે.+
તે પોતાના પવિત્ર સ્થાનમાં છે.+
૬ ઈશ્વર નિરાધારોને રહેવા ઘર આપે છે.+
તે કેદીઓને છોડાવીને સુખચેન આપે છે.+
પણ હઠીલા* લોકોએ સૂકી ભૂમિ પર રહેવું પડશે.+
૭ હે ઈશ્વર, તમે જ્યારે તમારા લોકોને દોરી ગયા,+
તમે જ્યારે રણમાંથી કૂચ કરી, (સેલાહ)
૮ ત્યારે ધરતી કાંપી.+
ઈશ્વરને લીધે આભ વરસી પડ્યું.
ઈશ્વર, હા, ઇઝરાયેલના ઈશ્વરને લીધે આ સિનાઈ પર્વત ધ્રૂજી ઊઠ્યો.+
૯ હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો.
થાકીને લોથપોથ થઈ ગયેલા તમારા લોકોમાં તમે જોમ પૂર્યું.
૧૦ તેઓએ તમારી છાવણીઓમાં વસવાટ કર્યો.+
હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે ગરીબોનું પોષણ કર્યું.
૧૨ રાજાઓ અને તેઓનાં સૈન્યો નાસી છૂટે છે,+ તેઓ ભાગી છૂટે છે!
ઘરે રહેનારી સ્ત્રીઓને લૂંટમાંથી હિસ્સો મળે છે.+
૧૩ ભલે તમારે તાપણાંની આસપાસ* સૂવું પડ્યું,
પણ તમે ચાંદીથી મઢેલી કબૂતરની પાંખો મેળવશો,
જેનાં પીંછાં શુદ્ધ સોનાથી મઢેલાં છે.
૧૪ સર્વશક્તિમાને રાજાઓને વિખેરી નાખ્યા ત્યારે,+
સાલ્મોન શિખર પર બરફ પડ્યો.
૧૫ બાશાનનો+ પર્વત ઈશ્વરનો* પર્વત છે.
બાશાનના પર્વતને ઘણાં શિખરો છે.
બેશક, યહોવા ત્યાં હંમેશ માટે રહેશે.+
૧૭ ઈશ્વર પાસે હજારોના હજારો, હા, લાખોના લાખો યુદ્ધના રથો છે.+
યહોવા સિનાઈ પર્વત પરથી પવિત્ર સ્થાનમાં આવ્યા છે.+
૧૮ હે યાહ, હે ઈશ્વર, તમે ઉપર ચઢી ગયા,+
તમે પોતાની સાથે કેદીઓને લઈ ગયા;
તમે માણસો ભેટ તરીકે લઈ ગયા,+
અરે, હઠીલા લોકોને+ પણ લઈ ગયા, જેથી તમે તેઓ વચ્ચે રહો.
૧૯ યહોવાની સ્તુતિ થાઓ, જે રોજ આપણો બોજો ઊંચકે છે.+
તે સાચા ઈશ્વર છે, આપણા તારણહાર છે. (સેલાહ)
૨૦ સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે.+
વિશ્વના માલિક* યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.+
૨૧ ઈશ્વર પોતાના વેરીઓનાં માથાં ફોડી નાખશે
અને જે કોઈ પાપમાં રચ્યોપચ્યો રહે છે, તેની ખોપરી ભાંગી નાખશે.+
૨૨ યહોવાએ કહ્યું છે: “હું તેઓને બાશાનથી પાછા લાવીશ.+
અરે, દરિયાના ઊંડાણમાંથી પણ પાછા લઈ આવીશ,
૨૩ જેથી તું તારો પગ શત્રુઓના લોહીમાં ધૂએ+
અને તારા કૂતરાઓની જીભ તેઓ પાસેથી પોતાનો હિસ્સો મેળવે.”
૨૪ હે ઈશ્વર, તેઓ તમારાં વિજય સરઘસો જુએ,
મારા રાજાનાં, હા, મારા ઈશ્વરનાં વિજય સરઘસો જુએ, જે પવિત્ર સ્થાન તરફ જાય છે.+
૨૫ ગાયકો સૌથી આગળ ચાલે છે, તેઓની પાછળ પાછળ તારવાળાં વાજિંત્રો વગાડતા સંગીતકારો ચાલે છે.+
તેઓ વચ્ચે છોકરીઓ ખંજરીઓ વગાડતી વગાડતી ચાલે છે.+
૨૬ ભેગાં થયેલાં ટોળાઓમાં ઈશ્વરનો જયજયકાર કરો.
હે ઇઝરાયેલના વંશજો, યહોવાની સ્તુતિ કરો.+
૨૭ સૌથી નાનો બિન્યામીન+ તેઓને હરાવી દેશે.
યહૂદાના આગેવાનો, ઝબુલોનના આગેવાનો
અને નફતાલીના આગેવાનોનું ઘોંઘાટિયું ટોળું પણ તેઓને હરાવી દેશે.
૨૮ તમારા ઈશ્વરે જાહેર કર્યું છે કે તમે બળવાન થશો.
અમારા માટે મહાન કામો કરનાર ઈશ્વર, તમે તમારો પરચો દેખાડી આપો.+
૩૦ લોકો ચાંદીના ટુકડાઓ લાવીને* નમન કરે ત્યાં સુધી,
બરુઓમાં* રહેનારાં જંગલી જાનવરોને,
આખલાઓના ઝુંડને+ અને વાછરડાઓને ધમકાવો.
યુદ્ધ ચાહનારા લોકોને વિખેરી નાખો.
૩૧ ઇજિપ્તમાંથી* કાંસાની ચીજવસ્તુઓ લાવવામાં આવશે.*+
કૂશ* ઉતાવળે ઈશ્વરને ભેટો આપવા દોડી આવશે.
૩૩ તે યુગોના યુગોથી રચાયેલા સૌથી ઊંચા આકાશ પર સવારી કરે છે.+
તે પોતાના શક્તિશાળી અવાજથી ગર્જના કરે છે.
૩૪ કબૂલ કરો કે ઈશ્વર શક્તિશાળી છે.+
તે ઇઝરાયેલના રાજાધિરાજ છે.
તેમનું બળ આકાશોમાં ફેલાયેલું છે.
૩૫ ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે, તેમને ભય અને માન આપો.*+
તે ઇઝરાયેલના ઈશ્વર છે,
જે પોતાના લોકોને તાકાત અને શક્તિ આપે છે.+
ઈશ્વરની સ્તુતિ થાઓ.