ગીતશાસ્ત્ર
આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ!+
૨ યહોવાનાં ગીત ગાઓ. તેમના નામની સ્તુતિ કરો.
તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો.+
૪ યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે.
બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.
૫ લોકોના બધા દેવો નકામા છે.+
પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+
૬ તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+
તેમના મંદિરમાં તાકાત અને સુંદરતા છે.+
૭ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો.
તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+
૮ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+
ભેટ લઈને તેમનાં આંગણાંમાં આવો.
૯ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.
આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો!
૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+
પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.
તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+
૧૧ આકાશો ખુશી મનાવે અને ધરતી આનંદથી ઝૂમી ઊઠે.
સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.+
૧૨ ખેતરો અને એમાંનું બધું જ હરખાઈ ઊઠે.+
એ જ સમયે જંગલનાં બધાં વૃક્ષો આનંદથી પોકારી ઊઠે.+
૧૩ યહોવા આગળ આનંદ કરો, કેમ કે તે આવે* છે,
હા, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.