યશાયા
૨૮ અફસોસ છે એફ્રાઈમના દારૂડિયા લોકોના અભિમાની* તાજને!+
રસાળ ખીણના ડુંગર પરના શહેરનો એ તાજ, ફૂલોની જેમ કરમાઈ જશે.
એ શહેરમાં દારૂડિયા રહે છે.
૨ જુઓ! યહોવા એક શક્તિશાળી અને શૂરવીર માણસને મોકલે છે.
તે કરાના તોફાન, વિનાશક આંધી,
ધસમસતા પૂર અને તોફાનની જેમ આવે છે.
એ તાજને તે પૃથ્વી પર જોરથી પછાડશે.
૪ રસાળ ખીણના ડુંગર પરના શહેરના એ તાજની ભવ્ય સુંદરતા
ફૂલોની જેમ કરમાઈ જશે.
એ ઉનાળાના શરૂઆતના અંજીર જેવો હશે,
જેને જોતાંની સાથે જ કોઈ તોડીને ખાઈ જાય છે.
૫ એ દિવસે સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના બચી ગયેલા લોકો માટે ભવ્ય મુગટ અને સુંદર તાજ બનશે.+ ૬ ન્યાય કરવા બેસનારને તે સમજ આપશે. શહેરના દરવાજે દુશ્મનો સામે લડનારને તે હિંમત આપશે.+
૭ યાજકો અને પ્રબોધકો પણ શરાબ પીને આડે રસ્તે ચઢી જાય છે.
દારૂ તેઓને લથડિયાં ખવડાવે છે.
દારૂ પીને તેઓ ખોટે માર્ગે ચઢી જાય છે.
શરાબ તેઓને મૂંઝવી નાખે છે.
દારૂ પીને તેઓ લથડિયાં ખાય છે.
તેઓનાં દર્શનો તેઓને આડે પાટે ચઢાવી દે છે,
તેઓ ન્યાય કરવામાં ગોથાં ખાય છે.+
૮ તેઓની મેજો ઊલટીથી ભરાઈ ગઈ છે,
જરાય ચોખ્ખી જગ્યા બાકી રહી નથી.
૯ તેઓ કહે છે, “તે કોને શીખવે છે?
તે કોને આ સંદેશો સમજાવે છે?
શું અમે ધાવણ છોડાવેલા બાળક જેવા છીએ,
જેને હમણાં જ માની છાતીથી દૂર કર્યું હોય?
૧૧ એટલે અચકાતાં અચકાતાં બોલનારાઓ અને પરદેશી ભાષામાં વાત કરનારાઓ દ્વારા તે આ લોકો સાથે બોલશે.+ ૧૨ એકવાર ઈશ્વરે તેઓને જણાવ્યું હતું: “આ આરામ કરવાની જગ્યા છે, થાકેલાઓને આરામ કરવા દો. આ જગ્યા તાજગી આપનારી છે.” પણ તેઓએ સાંભળ્યું નહિ.+ ૧૩ યહોવા તેઓને ફરીથી કહેશે:
પણ તેઓ નહિ માને.
એટલે તેઓ ઠોકર ખાશે અને પાછળની તરફ પડશે,
તેઓ ઘવાશે, ફાંદામાં ફસાશે અને પકડાશે.+
૧૪ ઓ બડાઈ હાંકનારાઓ! યરૂશાલેમના લોકો પર રાજ કરતા શાસકો!
યહોવાનો સંદેશો સાંભળો.
૧૫ તમે તો કહો છો:
જ્યારે ધસમસતું પૂર આવશે,
ત્યારે એ અમને અડકી પણ નહિ શકે.
અમે જૂઠાણામાં આશરો લીધો છે,
અમે જૂઠાણાંમાં સંતાઈ ગયા છીએ.”+
૧૬ તેથી વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
એના પર ભરોસો રાખનાર કદી ગભરાશે નહિ.+
૧૭ હું તમને માપવા માપદોરી તરીકે ન્યાયનો+
અને માપવાના સાધન* તરીકે સચ્ચાઈનો ઉપયોગ કરીશ.+
હું કરાથી જૂઠાણાંનો આશરો તોડી પાડીશ,
પૂરના પાણીથી સંતાવાની જગ્યા ઘસડી જઈશ.
જ્યારે ધસમસતું પૂર આવશે,
ત્યારે તમારો વિનાશ થઈ જશે.
દરરોજ સવારે એ આવશે,
રાત-દિવસ એ આવશે.
જે કહેવામાં આવ્યું હતું, એ તેઓને ભય લાગશે ત્યારે જ સમજાશે.”*
૨૦ પગ લાંબા કરવા માટે પલંગ બહુ નાનો છે,
ઓઢવા માટે ચાદર બહુ ટૂંકી છે.
એ જ રીતે, તે ફરીથી નવાઈ પમાડે એવાં કામો કરીને પોતાનો પરચો દેખાડશે,
હા, તે અનોખું કામ કરીને પોતાનું પરાક્રમ બતાવશે.+
મેં વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી સાંભળ્યું છે કે
૨૩ કાન ખોલીને મારી વાત સાંભળો.
હું જે કહું છું એ ધ્યાન દઈને સાંભળો.
૨૪ શું ખેડનાર આખો દિવસ ખેડ્યા જ કરે છે, શું તે બી નથી વાવતો?
શું તે બસ પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યાં કરે છે?+
૨૫ શું તે એની સપાટી સરખી કરી લે પછી
એમાં કાળીજીરી અને જીરું વાવતો નથી?
શું ઘઉં, બાજરી અને જવને પોતપોતાના ચાસમાં રોપતો નથી?
શું તે કિનારે કિનારે લાલ ઘઉં* રોપતો નથી?+
પણ કાળીજીરીને લાકડીથી
અને જીરુંને દંડાથી ઝૂડવામાં આવે છે.
૨૮ શું ખેડૂત રોટલી બનાવવા અનાજને સતત ઝૂડ્યાં કરે છે?
ના, ખેડૂત એને સતત ઝૂડ્યાં નથી કરતો.+
તે અનાજ પર ઘોડાઓ જોડેલાં પૈડાં ચલાવે ત્યારે,
એને કચડી નથી નાખતો.+
૨૯ આ શબ્દો પણ સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી છે.