ગીતશાસ્ત્ર
૭૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.
મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+
૨ તમારી સચ્ચાઈને લીધે મને બચાવો અને મને છોડાવો.
મારી તરફ તમારો કાન ધરો* અને મને બચાવો.+
૩ મારા માટે ખડક પરનો ગઢ બનો,
જેમાં હું હંમેશાં દોડી જઈ શકું.
મને બચાવવાનો હુકમ કરો,
કેમ કે તમે મારો ખડક અને મારો કિલ્લો છો.+
૪ હે મારા ભગવાન, મને દુષ્ટના હાથમાંથી છોડાવો,+
અન્યાયી અને જુલમી માણસની પકડમાંથી મને બચાવો.
૫ હે વિશ્વના માલિક યહોવા, તમે જ મારી આશા છો.
મારી યુવાનીથી મેં તમારા પર ભરોસો રાખ્યો છે.+
૬ મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે.
માના ગર્ભમાંથી મને બહાર કાઢનાર તમે જ હતા.+
હું નિરંતર તમારા યશોગાન ગાઉં છું.
૭ મારી સાથે જે બન્યું, એ જોઈને ઘણાને નવાઈ લાગે છે,
પણ મારા માટે તો તમે જ મજબૂત ગઢ છો.
૮ મારું મોં તમારી સ્તુતિથી ભરપૂર છે.+
આખો દિવસ હું તમારા ગૌરવની વાતો કરું છું.
૯ મારા ઘડપણમાં મને તરછોડી ન દેતા.+
મારું બળ ખૂટી જાય ત્યારે મારો ત્યાગ ન કરતા.+
૧૦ મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે,
મારો જીવ લેવા ટાંપીને બેઠેલાઓ ભેગા મળીને કાવાદાવા કરે છે.+
૧૧ તેઓ કહે છે: “ઈશ્વરે તેને તરછોડી દીધો છે.
તેની પાછળ પડો અને પકડી લો, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”+
૧૨ હે ઈશ્વર, મારાથી દૂર ન રહો.
હે મારા ભગવાન, મને મદદ કરવા ઉતાવળ કરો.+
૧૩ જેઓ મારો વિરોધ કરે છે,
તેઓ શરમાઓ અને નાશ પામો.+
મારા પર તકલીફો આવે એવું ચાહનારાઓ
શરમ અને અપમાનથી ઢંકાઈ જાઓ.+
૧૪ પણ હું તો તમારી રાહ જોઈશ.
હું તમારી વધુ ને વધુ સ્તુતિ કરીશ.
૧૫ મારું મોં તમારો સાચો માર્ગ જણાવશે,+
આખો દિવસ ઉદ્ધારનાં તમારાં કામોનું રટણ કરશે,
૧૬ હે વિશ્વના માલિક યહોવા,
તમારાં મહાન કામોનું હું વર્ણન કરીશ.
હું તમારા, ફક્ત તમારા ખરા માર્ગ વિશે વાત કરીશ.
૧૭ હે ઈશ્વર, તમે મને મારી યુવાનીથી શીખવ્યું છે.+
હું આજ સુધી તમારાં અજાયબ કામો પ્રગટ કરું છું.+
૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+
તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,
આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+
૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+
તમે કેટલાં મહાન કામો કર્યાં છે!
હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+
પૃથ્વીનાં ઊંડાણોમાંથી મને બહાર કાઢી લાવો.+
૨૧ મારું માન-સન્માન વધારો,
મારું રક્ષણ કરો અને મને દિલાસો આપો.
૨૨ હે મારા ઈશ્વર, તમારી વફાદારીને લીધે,+
હું તારવાળું વાજિંત્ર વગાડીને તમારો જયજયકાર કરીશ.
હે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર,
હું વીણા વગાડીને તમારી સ્તુતિ ગાઈશ.*
૨૩ હું તમારી સ્તુતિનાં ગીતો ગાઈશ ત્યારે, મારા હોઠો આનંદથી પોકારી ઊઠશે,+
કેમ કે તમે મારું જીવન બચાવ્યું છે.+
૨૪ મારી જીભ આખો દિવસ તમારા સાચા માર્ગ વિશે વાતો કરશે.+
મારો વિનાશ ચાહનારાઓ લજવાશે અને બદનામ થશે.+