ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૬૫ હે ઈશ્વર, સિયોનમાં સ્તુતિના બોલ તમારી રાહ જુએ છે.+
તમારી આગળ લીધેલી માનતાઓ અમે પૂરી કરીશું.+
૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.+
૩ મારા અપરાધોના ભારથી હું દબાઈ ગયો છું.+
પણ તમે અમારાં પાપ ઢાંકી દો છો.+
૫ હે ઈશ્વર, અમારા તારણહાર,
તમે સચ્ચાઈનાં અદ્ભુત કામોથી અમને જવાબ આપશો.+
આખી પૃથ્વીના અને
દરિયા પારના લોકોનો આધાર તમે જ છો.+
૬ તમારા બળથી તમે પર્વતોને અડગ ઊભા રાખ્યા છે.
તમે શક્તિશાળી છો.+
૭ તમે તોફાની સમુદ્રોને, એનાં ઊછળતાં મોજાઓને
અને પ્રજાઓમાં થતી ઊથલ-પાથલને શાંત પાડો છો.+
૮ દૂર દૂર રહેતા લોકો તમારાં પરાક્રમો* જોઈને દંગ રહી જશે,+
જેના લીધે પૂર્વથી પશ્ચિમ સુધીના* લોકો આનંદ મનાવશે.
૯ તમે પૃથ્વીની સંભાળ લો છો.
તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+
તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે.
તમે ધરતીને એ રીતે બનાવી છે,
જેથી લોકોને અનાજ મળી રહે.+
૧૦ તમે એના ચાસને પાણીથી તરબોળ કરો છો, એની ખેડેલી જમીનને* સપાટ કરો છો.
વરસાદનાં ઝાપટાંથી એને નરમ કરો છો, એના અંકુરને આશીર્વાદ આપો છો.+
૧૧ તમે વર્ષને તમારી ભલાઈનો મુગટ પહેરાવો છો.
તમારા માર્ગો આશીર્વાદોથી ભરપૂર છે.+
૧૩ લીલાંછમ મેદાનો ઘેટાં-બકરાંથી ઢંકાઈ ગયાં છે,
નીચાણ પ્રદેશમાં અનાજની ચાદર પથરાયેલી છે.+
તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગીતો ગાય છે.+