અયૂબ
૨૯ અયૂબે પોતાની વાત* આગળ વધારતા કહ્યું:
૨ “કાશ! વીતેલો સમય પાછો આવે,
એ દિવસો પાછા આવે જ્યારે ઈશ્વર મારું રક્ષણ કરતા હતા.
૩ એ સમયે તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો,
તેમના અજવાળાથી હું અંધકારમાં પણ ચાલતો,+
૪ ત્યારે મારામાં યુવાનીનો થનગનાટ હતો,
ઈશ્વર સાથેની દોસ્તીને લીધે મારા તંબુ પર આશીર્વાદ રહેતો,+
૫ ત્યારે સર્વશક્તિમાન મારી સાથે હતા,
મારાં બધાં બાળકો* મારી આસપાસ હતાં,
૬ ત્યારે મારા પગ માખણમાં ડૂબેલા રહેતા,
ખડકો મારા માટે તેલની નદીઓ રેલાવતા.+
૭ જ્યારે હું શહેરના દરવાજે+ જતો,
અને ચોકમાં+ મારી જગ્યા લેતો,
૮ ત્યારે યુવાનો મને જોઈને દૂર ખસી જતા,*
અરે, વૃદ્ધો પણ પોતાની જગ્યાએથી ઊઠીને ઊભા રહેતા.+
૯ આગેવાનો ચૂપ થઈ જતા,
તેઓ પોતાના મોં પર હાથ મૂકી દેતા.
૧૦ મોટા મોટા માણસોના હોઠ સિવાઈ જતા,
તેઓની જીભ તાળવે ચોંટી જતી.
૧૧ મને સાંભળનારા મારા વખાણ કરતા,
મને જોનારા મારા વિશે સાક્ષી આપતા.
૧૩ મેં તેઓને મોતનાં મોંમાંથી બચાવ્યા, એટલે તેઓ મને આશીર્વાદ આપતા,+
મારી મદદને લીધે વિધવાઓનું દિલ ખુશીથી છલકાઈ જતું.+
૧૪ મેં સચ્ચાઈને કપડાંની જેમ પહેરી હતી;
મેં ન્યાયને ઝભ્ભા* અને પાઘડીની જેમ પહેર્યો હતો.
૧૫ હું આંધળાની આંખ હતો,
અને લંગડાના પગ હતો.
૧૭ હું ગુનેગારનું જડબું તોડી નાખતો+
અને તેના મોંમાંથી શિકાર ખૂંચવી લેતો.
૧૯ મારાં મૂળિયાં પાણી સુધી ફેલાશે,
અને મારી ડાળીઓ પર આખી રાત ઝાકળ રહેશે.
૨૦ મારો માન-મોભો સદા ટકશે,
અને મારા મજબૂત હાથ હંમેશાં તીર ચલાવતા રહેશે.’
૨૧ લોકો મારું કાન દઈને સાંભળતા,
મારી સલાહ લેવા તેઓ ચૂપચાપ ઊભા રહેતા.+
૨૨ મારા બોલ્યા પછી, તેઓ પાસે બોલવા જેવું કંઈ રહેતું નહિ;
મારા શબ્દો તેઓના કાનને પ્રિય લાગતા.*
૨૩ વરસાદની રાહ જોતા હોય, એમ તેઓ મારી રાહ જોતા;
મોસમનો છેલ્લો વરસાદ+ પીતા હોય એમ તેઓ મોં ખોલીને મારા શબ્દો પીતા.
૨૪ હું તેઓને સ્મિત આપતો ત્યારે, તેઓને વિશ્વાસ ન બેસતો;
મારા મોંનું તેજ તેઓને હિંમત આપતું.*